દાહોદ તાલુકાના રાણાપુર ગામેથી પોલીસે રૂા. ૫૫ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે મોટરસાઈકલ કબજે કરી : ચાલક ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૦
દાહોદ તાલુકાના રાણાપુર ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલ ત્યાંથી પસાર થતાં પોલીસને જાેઈ મોટરસાઈકલનો ચાલક સ્થળ પર મોટરસાઈકલ મુકી નાસી જતાં કંતાનના થેલામાં ભરી રાખેલ રૂા.૫૫,૨૦૦ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગતરોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે રાણાપુર ગામે આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલ ચાલક પસાર થયો હતો અને પોલીસને નાકાબંધીમાં જાેઈ પોતાના કબજાની મોટરસાઈકલ રિવર્સ લઈ ભગાવવા જતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને પોલીસને ચકમો આપી નજીકના જંગલ વિસ્તાર તરફ મોટરસાઈકલનો ચાલક પ્રતાપભાઈ નારસીંગભાઈ હઠીલા (રહે. રાણાપુર, મહેંદી ફળિયુ, તા. જિ. દાહોદ) નાસી ગયો હતો. પોલીસે મોટરસાઈકલ પાસેથી કંતાનના થેલામાં ભરી રાખેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ. ૪૫૬ કિંમત રૂા. ૫૫,૨૦૦ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા.૯૫,૨૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

