દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવાપોર ગામે ઘાસચારામાં આકસ્મીક આગ : સંપુર્ણ ઘાસચારો બળીને ખાખ

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવાપોર ગામે ઘરની આગળ ઢગલા કરી પશુઓને ખાવા માટેનો ઘાસચારો રાખ્યો હતો તેમાં અગમ્યકારણોસર આગ લાગી જતાં સંપુર્ણ ઘાસચારો બળીને રાખ થઈ ગયો હતો. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં નજીકના ફાયર ફાઈટર સ્ટેશનને જાણ કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ગતરોજ ઝાલોદ તાલુકાના લીલવાપોર ગામે ઘરની આગળ મુકી રાખેલ ઘાસચારાના ઢગલામાં અકસ્માતે આગ લાગતાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે વિસ્તારમાં અફરા તફરીનો માહોલ પણ સર્જાયો હતો. સ્થાનીક લોકો દ્વારા તો પ્રથમ હાથમાં જે કાંઈ વાસણ આવ્યું તેમાં પાણી ભરી ભરીને આગ ઉપર નાંખવાનું કામ શરૂં કર્યું હતું પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરતાં અને આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાવા લાગતાં આખરે ઝાલોદ ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળ પર રવાના થઈ ગયાં હતાં અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્‌નસીબે આગમાં કોઈ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પશુઓને ખવડાવવા માટે ઘાસચારો હોય છે તેને મોટું નુકસાન પહોંચ્યું. લીમડી પોલીસ સ્ટેશનને જાણ થતાં લીમડી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. લાગેલ આગમાં સંપુર્ણ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો અને મોટું નુકસાન થયું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!