દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસની ચુંટણીમાં સંજય નિનામાએ સૌથી વધુ ૩૮૩૦ મતો મેળવતાં તેઓને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી

દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસની ચુંટણીમાં સંજય નિનામાએ સૌથી વધુ ૩૮૩૦ મતો મેળવતાં તેઓને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીમાં હવે નવા પ્રાણ ફૂંકવા માટે સંગઠનાત્મક રીતે નિમણૂકોનો દોર ચલાવી રહી છે. ચૂંટણીઓમાં યુથ કોંગ્રેસ કેવી ભૂમિકાઓ ભજવશે તે તો આવનારા દિવસોમાંજ ખબર પડશે.
ગુજરાતમાં આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તે પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓના ભાગરૂપે યુવાઓને પોતાના પક્ષ તરફ પ્રેરિત કરવા માટેના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે તેવામાં યુવાઓને કોંગ્રેસની વિચારધારાઓ તરફ વાળવા માટે કોંગ્રેસ પણ પોતાના આઇટીસેલને મુખ્ય હથિયાર બનાવી રહી છે તેવામાં ગુજરાતમાંથી છેલ્લા ૨૭ વર્ષોથી સત્તામાંથી વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ પાર્ટીમાં હવે નવા પ્રાણ ફૂંકવા માટે સંગઠનાકમક રીતે નિમણૂકોનો દોર ચલાવી રહી છે ત્યારે આજે ગુજરાત ભરમાં યુથ કોંગ્રેસની ચૂંટણીઓ યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસના યુવા કાર્યકરોને જાેડી મેમ્બરસીપ આપી ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ બનાવવામાં આવ્યા હતા જેમાં દાહોદ જિલ્લામાંથી યુથ કોંગ્રેસના ઉમેદવાર તરીકેની મેમ્બરસીપ ચૂંટણી યોજાઈ હતી જેમાંથી પહેલા ઉમેદવાર તરીકે શેર્ય પડવાલ ને ૬૩ મેમ્બરોના મતો મળ્યાં હતાં ત્યારે બીજા ઉમેદવાર તરીકે નિતેશ યાદવને ૧૯૭૨ મેમ્બરોના મતો મળ્યા હતા જયારે ત્રીજા ઉમેદવાર તરીકે સંજય નિનામાને સૌથી વધુ મેમ્બરોના ૩૮૩૦ મતો મળતા તેમને જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા હતા અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસની જવાબદારી ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે રહેતા સંજય નિનામાને સીરે જિલ્લા યુથ કોંગ્રેસનો તાજ પહેરાવવામાં આવતાં આજ રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ઓફિસ ખાતે તેમના સમર્થકોએ તેમને મીઠાઈ ખવડાવી મોઢું મીઠુ કરાવ્યું હતું અને હવેથી દાહોદ જિલ્લામાં નવા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી છે ત્યારે વધુમાં વધુ યુવાઓને કોંગ્રેસની વિચારધારામાં જાેડવાના પ્રયત્નો કરશે ત્યારે આવનાર ચૂંટણીઓમાં યુથ કોંગ્રેસ કેવી ભૂમિકાઓ ભજવશે તે તો આવનારા દિવસોમાંજ ખબર પડશે.

