દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં એક મહિલાના બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા પચાસ હજાર કેસ વિડ્રોથી ઉપડી જતા ચકચાર મચી
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ એસબીઆઇ બેંક ખાતેદારના ખાતામાંથી બારોબાર કેસ વિડ્રોથી રૂપિયા 50,000/- ઉપડી જતા બેંક ખાતેદાર મહિલાના હોશ ઉડી ગયા હતા અને આ સમાચાર વાયુવેગે પંથકમાં ફેલાતા ચકચાર મચી જવા પામી હતી.
લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા પાલ્લી ધાનપુર રોડ ખાતે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી અવાર નવાર પૈસા બારોબાર ઉપડી જતા હોવાની ઘટના બનતી હોય છે ત્યારે લીમખેડા તાલુકાના કુણધા ગામના ચતુરીબેન દલાભાઈ બારીયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાલ્લી લીમખેડા શાખામાં તેમનું બેંક ખાતું ધરાવે છે પરંતુ ચતુરીબેન બારીયા તેમના ખાતામાંથી પૈસા ઉપાડવા જતા તેમના બેંક ખાતામાંથી તારીખ 04.8.2021ના રોજ કેસ વિડ્રોથી 45,000/- ઉપાડી લીધા હતા અને અને 5,000/- રૂપિયા કેસ કેસ વિડ્રોથી તારીખ 09.08.2021 ના રોજ ઉપડી ગયા હતા તે મધુબેન પાસેથી જાણવા મળ્યું હતું અને આ કુલ રૂપિયા પચાસ હજાર ચતુરીબેનના બેંક ખાતામાંથી ઉપડી જતા ચતુરી બેન ના હોશ ઉડી ગયા હતા. કેશિયર દ્વારા ખાતેદારનો ચહેરો મેચ થાય પછી પૈસા આપવામાં આવતાં હોય છે તો કેશિયરે આ બેંક ખાતેદારનો ચહેરો જોયા વગર પૈસા કેમ આપી દીધા હશે? તેવી લીમખેડા પંથકમાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે. ચતુરીબેન બારીયાએ આ અંગે લીમખેડા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હોવાનું પણ જાણવા મળેલ છે. બે વર્ષ અગાઉ પણ દાહોદમાં પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવતા લીમખેડા તાલુકાના માન્લી ગામના દક્ષાબેનના ખાતામાંથી પણ પૈસા ઉપાડી ગયાની ઘટના બની હતી ત્યારે સમગ્ર મામલે સંલગ્ન તંત્ર તેમજ પોલીસ દ્વારા ધનિષ્ઠ પાસ આરંભ કરવામાં આવે તો અનેક સઘળી હકીકતો બહાર આવે તેમ છે.