જિલ્લાની સહકારી સંસ્થાઓનો ઓડીટ કેમ્પ આગામી તા. ૧૩ ડિસેમ્બરે યોજાશે
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાની સહકારી સંસ્થાઓની ઓડીટ બાકી હોય તેવી સંસ્થાઓનો ઓડીટ કેમ્પ આગામી તા. ૧૩ ડિસેમ્બરે યોજાશે. દાહોદ જિલ્લાની હાઉસિંગ મંડળીઓ, પિયત મંડળીઓ, વૃક્ષ ઉછેર મંડળીઓ, મત્સ્ય મંડળીઓ, ગ્રાહક ભંડારો અને મજુર મંડળીઓને સહકારી મંડળીઓનાં જિલ્લા રજીસ્ટ્રારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે, ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૯ હેઠળ તમામ મંડળીઓ નોંધાયેલી છે. મંડળીઓના ઓડીટ દર વર્ષે ફરજીયાત કરવાના રહે છે. તેમ છતાં તમામ પ્રકારની મંડળીઓનાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયનાં ઓડીટ બાકી છે. તો મંડળીના ચેરમેન-સેક્રેટરીશ્રીએ આગામી તા. ૧૩-૧૨-૨૦૨૧ ને સોમવારે જિલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ દાહોદનાં જિલ્લા સેવા સદન રૂમ નં. ૨૨૧, છાપરી, ઝાલોદ રોડ, દાહોદ ખાતેની કચેરીમાં ઓડીટ કામગીરી પૂર્ણ કરાવી લેવી. ઓડીટ ન કરાવનાર સંસ્થા-મંડળીઓની નોંધણી રદ કરવામાં આવશે.

