અષાઢી બીજે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા
આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી. દાહોદ શહેરમાં સતત અગીયારમાં વર્ષે ભવ્યાતિ ભવ્ય આયોજનની તૈયારીઓ સાથે આ રથયાત્રા નીકળી હતી. રથયાત્રામાં શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય ભક્તો મોટી મોટી સંખ્યામાં રથયાત્રામાં જાડાય હતા. સવારના નીકળેલ રથયાત્રામાં મહિલાઓ,પુરૂષો,વૃધ્ધો સહિત બાળકો મોટી સંખ્યામાં ભક્તો જાડાય હતા અને શહેરના માર્ગો તેમજ વિસ્તારોમાં રથયાત્રા નીકળતા “જય જગન્નાથ” ના નાદે શહેર ગુંજી હતુ. ભજન મંડળી, ડી.જે,રાશ – ગરબા તેમજ બેન્ડ – બાજાના તાલે ભક્તો ભગવાન જગન્નાથજીની ભક્તીમા મગ્ન થઈ લોકો મગ્ન બન્યા હતા. આ રથયાત્રા ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હતી તેમજ તબીબો સહિત એમ્બ્યુલંશ વાહનની સુવિધા પણ પુરી પાડવામાં આવી હતી. આ વખતે સ્પેશીયલ આકર્ષકનું કેન્દ્ર કુચ્ચીપુડી(બ્રહ્મા,વિષ્ણુ,મહેશ) જે દક્ષિણ ભારતના બહુ પ્રખ્યાત પાત્રો,વેશભુષા સહિત નૃત્ય કરતા નજરે પડ્યા હતા. વધુમાં બેઝીમ કરતબ, દાવ જુની પરંપરા, અખાડા, સહેનાઈ વાદન સ્પેશીયલ, બોમ્બેથી આ વખતે નૃત્યવૃંદ ખાસ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ચાલુ વરસાદે પણ મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જાડાયા હતા અને ચાલુ વરસાદે સૌ કોઈ ભાવિકોએ મન મુકીને રથયાત્રામાં ઝુમ્યા હતા.

આમ તો અષાઢી બીજ ઉજવવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથપુરીમાં લાખો લોકો દેશ વિદેશથી ઉમટી પડે છે. ગુજરાતમાં અમદાવાદન રથયાત્રા વિશ્વ પ્રસિધ્ધ છે અને તેને તીર્થયાત્રા તરીકે વર્ણવાય છે. કહેવાય છે કે, ભગવાન જગન્નાથજીના દર્શન કરવાથી તીર્થયાત્રાનુ ફળ મળે છે. ભગવાન સોના કોડ પુરે છે. આવી ધર્મભાવના સાથે ઉજવાતા આ રથયાત્રા પર્વ દાહોદમાં આજરોજ ભાવિકો તેમજ ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જાડાયા હતા.

દાહોદ શહેરના હનુમાન બજાર Âસ્થત શ્રી રણછોડરાયજી મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનુ પ્રસ્થાન પરંપરા મુજબ સૌ પ્રથમ ચાંદીના ઝાડુ વડે અગ્રણીઓની ઉપÂસ્થતીમાં સાફ સફાઈ કરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. આ રથયાત્રા રણછોડરાયજજી મંદિરથી માર્કેટ યાર્ડ થઈ પડાવ બજાર થઈ નેતાજી બજારથી ગલીમાંથી દૌલંતગંજ બજાર થઈ સોનીવાડ રાધાકૃષ્ણ મંદિરે વિસામો લીધા બાદ ત્યાંથી પુનઃ શરૂ થયેલી આ યાત્રા રતનલાલ પનાલાલ બાલમંદિરવાળા રસ્તેથી ગોવિંદનગર થી ઠક્કર બાપા ચોકથી યાદગાર ચોક થઈ ભગીની સમાજ થી એમ.જી.રોડ થઈ પરત હનુમાન બજાર રથયાત્રા પહોંચી હતી. જે – જે માર્ગ ઉપર ભગવાન જગન્નાથજી,બલભદ્રજી,સુભદ્રાનો રથ પસાર થયો હતો તે માર્ગને પાણીનો છંટકાવથી સાફ કરવામાં આવ્યો હતો.

આ રથયાત્રાનુ ઠેર ઠેર વિવિધ સમાજા અને ધાર્મિક સંગઠનો સ્વાગત કરવામાં આવ્યુ હતુ તથા પ્રસાદ સામગ્રી પીરસાઈ હતી. આ રથયાત્રામાં બેન્ડ,અખાડા,લાઈન ઓરકેસ્ટ્રા, ભજન મંડળ,આદિવાસી નૃત્ય,શીવ કી બારાત,શંખનાદ અને આદિવાસી લોકનૃત્ય વિશેષ આકર્ષણનુ કેન્દ્ર બન્યુ હતુ.

તે ઉપરાંત ઢોલ નગારા સાથે નિકળેલ આ રથયાત્રા દરમ્યાન ફણગાવેલ મગ , જાંબુ વિગેરે પ્રસાદરૂપે ભગવાનના વ્હાલા ભક્તોને આપવામાં પીરસવામાં આવ્યા હતા. ઠેર ઠેર અનેક સંગઠનો દ્વારા રથયાત્રામાં જાડાયેલ ભક્તો માટે ભંડારા,પ્રસાદી તેમજ ઠંડા – પીણાનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ.