દેવગઢ બારિયા તાલુકા ના જામરણ ગામે અંતિમવિધિમાં અચાનક બંદુકમાંથી ફાયરીંગ થતાં બે ડાઘુ ઓને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ : મરણ જનારના ની બંદુક : અન્ય ગ્રામજનો અંતિમવિધિમાં જીવતા કારતૂસ સાથે બંદૂક લઈને આવેલ : એક ફાયરિંગ હવામાન કર્યા પછી અન્ય કારતૂસ નાખવા જતા એકાએક ફાયરિંગ થતાં બે ડાઘુને ગંભીર ઇજા
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૬
દેવગઢ બારિયા તાલુકાના જામરણ ગામે અંતિમવિધિમાં મરણ જનાર ની બંદૂક અન્ય બે ગ્રામજનો લાવી હવામાં ફાયરિંગ કરી અન્ય હવામાં ફાયરિંગ કરવા જતા એકાએક ટ્રિગર દબાઈ જતાં બે ડાઘુ ઓ ને ગંભીર ઇજાઓ થતાં બંને ડાઘુ ઓ ને સારવાર હેઠળ ખસેડી પોલીસે તપાસ હાથ ધરી.
પ્રાપ્ત માહિતી મુજબ તા ૨૫ નાં રોજ દેવગઢ બારિયા તાલુકાના જામરણ ગામે રહેતા સુરસીંગભાઈ મનાભાઈ પટેલ છેલ્લા કેટલાય સમયથી બીમાર હોય જેઓ વડોદરા ખાતે સારવાર હેઠળ હતા ત્યારે આજરોજ વહેલી સવારે સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા તેમના પરિવારજનો તેમની લાશ લઇને તેમના જામરણ ગામે લાવેલા જ્યારે બપોરના સમયે તેમની અંતિમવિધિ તેમના ઘરની નજીક જ તેમના સગા સંબંધી ઓ તેમજ ગ્રામજનો દ્વારા અંતિમયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે આ અંતિમયાત્રામાં જામરણ ગામના ભુપતભાઈ રમણભાઈ બારીયા તથા આશિષ ઉર્ફે અરુણ હિંમત રાઠવા આ બંને જણા પણ આ અંતિમયાત્રામાં મરણ જનાર સુરસીંગભાઈ પટેલની લાયસન્સ વાળી બંદૂક તેમજ જીવતા કારતૂસ સાથે લઈ આવેલા અને આ બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું હતું ત્યારે જ્યાં અંતિમ વિધિ કરાઈ રહી હતી ત્યાં સમાજના રીતિ રિવાજ પ્રમાણે લાકડા ની ઠાઠડી ના વાસના કામઠા દાતરડું તેમજ કુહાડીથી મંગલસિંગ બારીયા તેમજ ગણપત બારીયા બંને જણા નાના છડી કાપતા હતા તે દરમિયાન ભુપત રમણ બારીયા એ બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરેલ અને બીજું ફાયરિંગ હવામાન કરવા માટે બંદૂકમાં કારતૂસ લોડ કરવા માટે ભુપત બારીયા અને આશિષ રાઠવા બંને જણા માથાકૂટ કરતા હતા તે વખતે અચાનક બંદૂકમાંથી એકાએક ફાયરિંગ થઈ જતા મંગલ સિંગ બારીયા ની જમણા ખભા એ ગંભીર ઇજાઓ થયેલ તેમજ ગણપત બારીયા ની જમણા કાન ઉપરની બાજુ એ છોકરાઓ વાગતા ગંભીર ઇજાઓ થતાં બંને જણા જમીન ઉપર ઢળી પડ્યા હતા ત્યારે અંતિમયાત્રામાં બંદૂક લઇને આવેલા ભોપત બારીયા અને આશિષ રાઠવા બંને જણા બંદૂક કી ત્યાંથી નાસી છૂટયા હતા ત્યારે ઇજા પામનાર બંને ડાઘુઓને સારવાર અર્થે દેવગઢ બારીયા હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે આ બનાવને લઇ મહેશભાઈ મંગળભાઈ બારૈયા એ સાગટાળા પોલીસ મથકે આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

