ધાનપુર તાલુકાના ગાંગરડી ફળીયા ગામે મોડી રાતે ઘર ધણીને બાનમાં લઈ તસ્કરોએ બે બળદ તથા મોબાઈલ મળી રૂા.ર૦,પ૦૦ની મત્તાની લુંટ


રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.ર૬


દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગાંગરડી ફળીયા ગામે ત્રાટકેલા તસ્કરો એક ઘરના પાછળની દિવાલની ઈંટો ખસેડી બાકોરૂ પાડી ઘરમાં પ્રવેશતા દરમ્યાન અવાજ થતા ઘરધણીયાણી જાગી જતા તસ્કરોએ તેને છરી તથા લાડી બતાવી મારી નાખવાની ધાકધમકી આપી તેણીના મોઢા ઉપર ગોછું નાખી ખાટલામા સુવડાવી દઈ દબાવી રાખી ઘરમાં બાંધી રાખેલ બે બળદ તથા મોબાઈલ ફોન મળી રૂા.ર૦,પ૦૦ની મત્તાની લુંટ કરી નાસી ગયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ધાનપુર તાલુકાના ગાંગરડી ફળીયા ગામમાં રહેતા પર વર્ષીય સુરતીબેન છગનભાઈ વરસીંગભાઈ આમલીયાર તથા ઘરના સોૈસભ્યો ગત રાતે જમી પરવારી પોતાના ઘરમાં મીઠી નીંદર માણી રહ્યા હતા. તે દરમ્યાન ધાનપુર તાલુકાના નવા નગર ગામના કાજુભાઈ જામસીંગભાઈ ભુરીયા તથા તેની સાથેના અન્ય એક મળી બે જણા હાથમાં છરી અને લાકડી લઈ ચોરી કરવાના ઈરાદે સુરતીબેન અમલીયારના ઘરને ટાર્ગેટ બનાવી ઘરની પાછળની દિવાલમાંથી ઈંટો ખસેડી દિવાલમાં બાકોરું પાડી બંને તસ્કરો બાકોરા વાટે ઘરમાં પ્રવેશ્યા હતા. આ દરમ્યાન અવાજ થતા ઘરમાં મીઠી નીંદર માણી રહેલ સુરતીબેન અમલીયાર જાગી ગઈ હતી અને તસ્કરો બાકોરા વાટે ઘરમાં પ્રવેશ્યા હતા. આ દરમ્યાન મીઠી નીંદર માણી રહેલ સુરતીબેન જાગી ગઈ હતી અને તસ્કરોએ જાેઈ લીધા હતા જેથી તસ્કરોએ તેણીને છરી અને લાકડી બતાવી જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી સુરતીબેનના ઘરમાં બાંધી રાખેલા રૂા.ર૦,૦૦૦ની કુલ કિંમતના બળદ નં.ર તથા રૂા.પ૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળી રૂા.ર૦,પ૦૦ની મત્તાની લુંટ કરી ફરાર થઈ ગયા હતા.
આ સંબંધે પર વર્ષીય સુરતીબેન છગનભાઈ વરસીંગભાઈ અમલીયારે નોંધાવેલ ફરીયાદને આધારે ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!