દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં અસામાજીક તત્વો દ્વારા બે ભૈરવ મંદિરોમાં પ્રતિમાઓને ખંડીત કરતાં સ્થાનીકોમાં ભારે રોષ ફેલાયો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એકજ દિવસમાં બે જુદા જુદા ભૈરવ મંદિરોમાં અસમાજીક તત્વો દ્વારા ભગવાનની પ્રતિમાઓની તોડફોડ કરી ખંડિત કરી તેમજ મંદિરના અન્ય સરસામાનની તોડફોડ કરતાં ઝાલોદ તાલુકા સહિત લીમડ પંથકમાં હિન્દુ સમાજના લોકોમાં અને ભારે આક્રોશ ફેલાવા પામ્યો છે બીજી તરફ આજે ભૈરવાષ્ટમીના પાવન અવસરે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતાં અસામાજીક તત્વો સામે લોકોનો આક્રોશ જાેવા મળી રહ્યો છે.

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં માળીવાડા સ્થિત ભૈરવ મંદિર તેમજ લીમડી નગરમાંજ આવેલ અન્ય એક ભૈરવ મંદિર મળી કુલ બે મંદિરોમાં ગતરોજ મધ્યરાત્રીના કોઈપણ સમયે અસમાજીક તત્વો દ્વારા બંન્ને ભૈરવ મંદિરોમાં રહેલ ભગવાનની પ્રતિમાઓ સહિત મંદિરમાં તોડફોડ કરી હતી. આજે ભૈરવષ્ટમીનો પાવન અવસર હોઈ ભાવિક ભક્તો વહેલી સવારે આ બંન્ને મંદિરોમાં દર્શન કરવા આવ્યાં હતાં અને મંદિરમાં ભગવાનની પ્રતિમાઓ સહિતની તોડફોડ તેમજ પ્રતિમાઓને ખંડિત થઈ હોવાનું જાેતા એકક્ષણે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં. વાયુવેગે આ ઘટનાના સમાચાર લીમડી પંથખમાં ફેલાતાં લોકટોળા મંદિર તરફ ઉમટી પડ્યાં હતાં. અસામાજીક તત્વોનું આવા કૃત્યથી સૌ કોઈમાં આક્રોશની લાગણી ફેલાઈ જવા પામી હતી. મંદિરોમાં પથ્થરો પણ પડ્યાં હતાં તે જાેતા પથ્થરોની મદદથી અસમાજીક તત્વોએ તોડફોડ કરી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર મામલે ગ્રામજનો તેમજ સ્થાનિકોએ મૂર્તિ ખંડિત કરનાર અસામાજિક તત્વોની શોધખોળ આદરી છે ત્યારે આ સમગ્ર મામલે નગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે લીમડી પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!