દાહોદ જિલ્લામાં ૧૩ જેટલી ગ્રામ પંચાયતો સમરસ જાહેર થવાના એંધાણ વચ્ચે પક્ષમાં ખુશીનો માહોલ
દાહોદ તા.5
દાહોદ જિલ્લાની ૧૩ જેટલી ગ્રામ પંચાયતો સમરસ જાહેર થવાના એધાણ વર્તાઇ રહ્યા છે સંભવતઃ ૧૩ ગ્રામ પંચાયત નિશ્ચિત પણે સમરસ થઇ ગઇ છે પરંતુ આખરે નિર્ણય તો ફોર્મ ચકાસણી તેમજ ફોર્મ પરત ખેંચવાની તારીખે નક્કી થશે. ૧૩ ગ્રામ પંચાયતો સમરસ થતા બિન હરીફ ઉમેદવારો વિજેતા થવાના હોય ટેકેદારોએ આતીશબાજીની સાથે વરઘોડા નીકળ્યા હતા અને ફટાકડા ફોડી ચૂંટણી પહેલાં જ પોતાની જીતને ઉજવી લીધી હતી.
દાહોદ જિલ્લામાં સાડા ત્રણસો જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ફોર્મ ભરવાનું ગઈકાલે છેલ્લો દિવસ હતો તેમજ સોમવારથી ફોર્મ ફોર્મ ચકાસણી તેમજ ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો ગ્રામ પંચાયતની ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે. ગતરોજ ફોર્મ ભરવાના છેલ્લી તારીખે ગરબાડા તાલુકાની છરછોડા, દાહોદની એક, ઝાલોદ તાલુકાની રૂપાખેડા ચિત્રોડીયા, તેમજ બોરસદ ગ્રામ પંચાયતની બેઠકો ફતેપુરા તાલુકાની સાગડાપાડા તેમજ જવેસી બેઠક, દેવગઢ બારિયાની ત્રણ બેઠકો, સંજેલીની મંડળી બેઠકો મળી કુલ ૧૩ ઉપરાંત ગ્રામ પંચાયતની બેઠકો બિન હરીફ થવાથી આ તમામ બેઠકો આગામી દિવસોમાં સમરસ જાહેર થવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે જો કે , હાલ આવનારા દિવસોમાં ફોર્મ ચકાસણી તેમજ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ નજીક હોઇ આગામી સાત તારીખ સુધી આ ૧૩ બેઠકો ઉપરાંત જિલ્લાની અન્ય કેટલીક બેઠકો પણ સમરસ થવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. દાહોદ તાલુકા સહિત જિલ્લામાં સરપંચ પદના ઉમેદવારો તેમજ સભ્યપદ માટેના ઉમેદવારોનો સરકારી કચેરી ખાતે ભારે ધસારો જોવા મળી રહ્યો છે.