દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઇ ગામે વન્યપ્રાણી દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતાં ગંભીર
ધાનપુર તાલુકાના સજોઇ ગામે વન્ય પ્રાણી દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરી લોહીલુહાણ કરી મુકતા ઇજાગ્રસ્ત વ્યક્તિને તાબડતોડ 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડયા હોવાની પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઇ રહી છે.જયારે દીપડાના હુમલાના પગલે સ્થાનિક લોકોમાં ફફડાટની સાથે ભયનો માહોલ સર્જાતા સ્થાનિકો દ્વારા દીપડાના હુમલાના પગલે સલગ્ન વિભાગને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે
વધુ મળતી માહિતી પ્રમાણે ધાનપુર તાલુકાના સજોઇ ગામના નાનાભાઈ સુરતાન ભાઈ મોહનીયા ઉપર ગઈકાલે દીપડાએ હિંસક હુમલો કરતા નાનાભાઈ મોહનિયાને મોઢાના ભાગે તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા લોહીલુહાણ થતા તે દરમિયાન બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવતા દીપડો જંગલ તરફ ભાગી જતા નાનાભાઈ મોહનિયાનો આબાદ બચાવ થયો હતો. જોકે દીપડાના હુમલાના પગલે ઈજાગ્રસ્ત થયેલા નાનાભાઈને તાબડતોડ 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી દેવામાં આવ્યો હતો. જયારે દીપડાના હુમલાના પગલે સ્થાનિકોએ વનવિભાગ અને ધાનપુર પોલીસ મથકે જાણ કરતા વનવિભાગ તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારે હાલ દીપડાના હુમલાના પગલે સ્થાનિક ગ્રામવાસીઓમાં એક તરફ ભયની સાથે ફફડાટનો માહોલ સર્જાતા ગ્રામવાસીઓએ પાંજરું મૂકી દીપડાને ઝડપી પાડવા માંગ કરી હતી.જયારે વનવિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

