દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં બે સ્થળોએ ચૂંટણી ફોર્મ ભરતી વેળાએ ઝપાઝપી થતાં જાતિ અપમાનીત કરતા પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૦૮

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ ચુંટણી ફોર્મ ભરતી વેળાએ ગાળાગાળી તેમજ ઝપાઝપી ઝથાં બે બનાવોમાં વ્યક્તિઓને જાતિ અપમાનીત કરી મારી નાંખવાની ધમકી અપાતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ડુખણી ગામે ગત તા.૦૬ ડિસેમ્બરના રોજ બનવા પામ્યો હતો જેમાં ડુખણી ગામે તથા કાળીનાપુવાળા ગામે રહેતાં મહેશભાઈ નટવરભાઈ પટેલ, અર્જુનભાઈ મંગાભાઈ પટેલ, રાજુભાઈ દિપસીંગભાઈ પટેલ, પ્રભાતભાઈ ગોવિંદભાઈ પટેલ. દિનેશભાઈ નટવરભાઈ પટેલ, અજયભાઈ રૂપસીંગભાઈ પટેલ અને નરેશભાઈ ગોપાળભાઈ પટેલનાઓએ ડુખળી ગામે વચલુ ફળિયામાં રહેતાં બુધસીંગભાઈ મદનભાઈ ડામોરને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તારૂં ફોર્મ કેવુ રદ કરાવ્યું, તેમજ કહી જાતિ અપમાનીત કરી, અપશબ્દો બોલતાં આ સંબંધે બુધસીંગભાઈ મદનભાઈ ડામોરે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના કોળીનાપુવાળા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૬ ડિસેમ્બરના રોજ ડુખળી ગામે રહેતાં જેઠાભાઈ મુળાભાઈ પટેલ,  ભારતભાઈ ભાવસીંગભાઈ પટેલ, ભારતભાઈ પ્રતાપભાઈ પટેલ, ભોપતભાઈ કેસરભાઈ પટેલ, રાકેશભાઈ રવજીભાઈ પટેલ, બાબુભાઈ માવસીંગભાઈ પટેલ, સુકલભાઈ કાળુભાઈ પટેલ,  કેશરભાઈ બાધરભાઈ પટેલ તથા સાંમતભાઈ મોહનભાઈ પટેલનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી કોળીનાપુવાળા ગામે નિશાળ ફળિયામાં રહેતાં લાલાભાઈ લક્ષ્મણભાઈ ભાભોરને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમે અમારૂં ફોર્મ કેમ રદ કરાવ્યું, તેમ કહી જાતિ અપમાનીત કરી, અપશબ્દો બોલી લાલાભાઈનો કોલર પકડી ઝપાઝપા કરતાં આ સંબંધે લાલાભાઈ લક્ષ્મણભાઈ ભાભોરે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: