દાહોદ શહેરના કસ્બા વિસ્તાર ખાતે પાન ગુટકા ખાય પિચકારી મારતા યુવકને ટોકવા જતા માથામાં લોખંડનો સળીયો ફટકાર્યો
દાહોદ તા.૦૮
દાહોદ શહેરના કસ્બા વિસ્તાર ખાતે ઘર આગળ પાન - ગુટકા ખાઈને પિચકારી મારવાની ના પાડતાં ૪ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી તલવાર, લોખંડનો સળીયો લઈ એકના ઘર તરફ દોડી આવી એકને માર મારી ઈજા પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા.૦૭મી ડિસેમ્બરના રોજ દાહોદના કસ્બા હુસેની હોલ પાછળ રહેતાં સબીરાબેન સજ્જાદભાઈ કુરેશીનો પુત્ર વજાહત ઘરન આગળ બેઠો હતો. આ દરમ્યાન તેમના ફળિયામાં રહેતો સકલેન મુસ્તાક કુરેશી ઘર આગળ પાન - ગુટકા ખાઈને પીચકારી મારતો હતો. આ જાેઈ પિચકારી મારવાની ના પાડતાં સકલેન ગાળો બોલતો હોય વજાહતે ગાળો બોલવાની ના પાડતાં સકલેને તેની સાથે પોતાના ફળિયામાં રહેતાં મુજ્જસર મુસ્તાક કુરેશી, મહેબુબ મદમદ કુરેશી અને મુસ્તાક મહેબુબ કુરેશીને સાથે લાવી પોતાની સાથે તલવાર, લોખંડનો સળીયો વિગેરે લઈ ઘસી આવી શાહબાદ સજ્જાદ કુરેશીને માથાના ભાગે લોખંડનો સળીયો મારી ઈજા પહોંચાડી, બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધમકી આપી ઉપરોક્ત ચારેય જણા નાસી ગયાં હતાં.
આ સંબંધે સાબીરાબેન સજ્જાદભાઈ કુરેશી દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
