દાહોદ શહેરમાં એક મોટરસાઈકલના શો – રૂમમાં તસ્કરોનો હાથફેરો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૦
દાહોદ શહેરમાં ઈન્દૌર હાઈવે રોડ પર આવેલ મોટરસાઈકલના શો – રૂમમાં તસ્કરો ત્રાટકતાં રોકડા રૂપીયા ૬,૦૦૦ તેમજ ચાંદીનું ભોરીયુ મળી કુલ રૂા. ૯,૦૦૦ની તસ્કરો ચોરી કરી લઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તા.૧૬મી નવેમ્બરના રોજ દાહોદ શહેરના ગોવિંદ નગર રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતાં ફિરોજભાઈ હમીદભાઈ પટેલના દાહોદ શહેરના ઈન્દૌર રોડ ખાતે આવેલ રાહુલ મોટર્સ શો – રૂમના પાછળના ભાગે રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ શટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યાેં હતો અને અંદર મુકી રાખેલ રોકડા રૂપીયા ૬,૦૦૦૦ અને ચાંદીનું ભોરીયું કિંમત રૂા. ૩,૦૦૦ એમ કુલ મળી રૂા. ૯,૦૦૦ ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ બનાવના સમયે ફિરોજભાઈના શેઠ બહાર ગામ હોઈ અને ગતરોજ તેમના શેઠ દાહોદ વતન ખાતે પરત આવી જતાં અને ત્યાર બાદ ફરિયાદ કરવાનું કહેતાં આ સંબંધે લાંબા સમય બાદ ફિરોજભાઈ હમીદભાઈ પટેલે આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.