રિપોર્ટર : ભૂપેન્દ્ર વણકર - શહેરા
શહેરા
શહેરા
તારીખ 11
પંચમહાલના શહેરા તાલુકાના સુરેલી ગામેથી SOG પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ.મુધવાને ખાનગી બાતમી મળી હતી કે, સુરેલી ગામે એક ખેડૂતે દિવેલાની અને બાવળની આડમાં પોતાના ખેતરમાં ગાંજાના છોડ ઉછેરી તેનું વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે સ્ટાફ સાથે રેડ કરી બે કલાકની જહેમત બાદ સુરેલી માતાજીના મંદિર પાસે આવેલ મતવાળા ફળિયાના તળાવ પાસે ના ખેતર માંથી મસમોટા નવ જેટલાં ગાંજાના છોડ જેનું વજન ૫ - કિલ્લો ૪૭૦ ગ્રામ જેની કિમંત ૫૪,૭૦૦ રૂપિયા નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી ખેડૂત નરેન્દ્ર સિંહ દિલીપસિંહ ચાવડા ની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી પોલીસ ફરિયાદ નોંધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હવે ખેડૂતો ઝડપથી લાખો રૂપિયાની કમાણી કરવા જાણે કે તંત્રને પણ પડકાર ફેંકી રહ્યા છે.થોડા સમય પહેલાં જ ખોજલવાસા, દલવાડા અને વઘાજીપુરથી લાખો રૂપિયા નો ખેતરમાંથી ગાંજો ઝડપી પાડયો હતો.
Post Views:
307