દાહોદમાં લોકજાગૃતિ – મહિલા સશક્તિકરણની દિશામાં એક શોર્ટ ફિલ્મનું લોન્ચિંગ કરાયું
દાહોદ તા.૧૩
લોકજાગૃતિ – મહિલા સશક્તિકરણની દિશામાં દાહોદ જિલ્લામાં એક અભિયાન સ્વરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરના માર્ગદર્શન માં નક્કર અને મક્કમ કામગીરી કરાઈ રહી છે ત્યારે આજે એક શોર્ટ ફિલ્મનું લોન્ચિંગ કરાયું છે.
આ સંદર્ભમાં શ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે, શિક્ષણ-જાગૃતિના અભાવે જિલ્લામાં ઘણાં એવા બનાવો બન્યા છે જેને અટકાવી શકાયા હોત, એના મનોમંથનના ભાગરૂપે આ લોકજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. ખાસ કરીને મહિલાઓને તેમના હકો-અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો ઉદ્દેશ પણ તેમાં સામેલ છે. ત્યારે આ ત્રીજી શોર્ટફિલ્મ લોકજાગૃતિમાં ખૂબ મહત્વની કામગીરી કરશે. સ્થાનિક કલાકારો, ભાષા, સંસ્કૃતિ સાથેનો આ પ્રયાસ સરાહનીય અને અસરકારક છે. જિલ્લા પોલીસ દ્વારા આવા લોકજાગૃતિના રચનાત્મક કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી શાંતિલાલ તેમજ જિલ્લાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.