આધ્રપ્રદેશ રાજ્યમાં વિજયવાડા અને ગુન્ટુર જિલ્લામાં ઘરફોડ ચોરીનો તરખાટ મચાવતી ગુલબારની બે ચડ્ડી – બનીયાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડયા : આંધ્રપ્રદેશ પોલીસે દાહોદ એલસીબી પોલીસને એક લાખ રૂપિયના ઇનામ એનાયત કર્યું
દાહોદ તા.૧૫
આધ્રપ્રદેશ રાજ્યમાં વિજયવાડા અને ગુન્ટુર જિલ્લામાં ઘરફોડ ચોરીનો તરખાટ મચાવતી ગુલબારની બે ચડ્ડી – બનીયાર ગેંગની ઓળખ પ્રસ્થાપિત કરી મુખ્ય સુત્રધાર સહિત ત્રણ સાગરીતોને દાહોદ એલ.સી.બી. પોલીસે ગણતરીના દિવસોમાં ઝડી પાડી આંતરરાજ્ય ઘરફોડ ચોરીના ચાકર અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી રોકડા રૂા. ૪૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, આધ્રપ્રદેશની વિજયવાડાથી દાહોદ આવી પહોંચેલ પોલીસે દાહોદ એલ.સી.બી. પોલીસને આ ઉત્કૃષ્ઠ કામગીરીને વધાવી લઈ દાહોદ એલ.સી.બી. પોલીસને રૂા. એક લાખનું ઈનામ સ્વરૂપે આપ્યું હતું.
આધ્રપ્રદેશ રાજ્યના વિજયવાડા શહેર અને ગુન્ટુર જિલ્લાઓમાં ચડ્ડી – બનિયાન ગેન્ગ દ્વારા દિવાળી બાદ ઘરફોડ ચોરીના ઉપરા છાપરી ગુન્હાઓ આચરી તરખાટ મચાવતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. વિજયવાડા શહેર પોલીસ કમિસ્નર સહિત તેમની ટીમે દાહોદ જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કર્યાેં હતો અને દાહોદ એલ.સી.બી. પોલીસ આ મામલે સક્રિયતા દાખવી હતી. દાહોદ એલ.સી.બી પોલીસે આધ્રપ્રદેશ પોલીસનો સંપર્ક કરી ક્રાઈમ બનેલ તે જગ્યાના સીસીટીવી ફુટેજ તેમજ ટેકનીકલ ડેટા મંગાવી તેનો ઝીણવટ પુર્વક એનાલીસીસ કરતાં દાહોદ જિલ્લાના ગુલબાર ગામની બે અલગ અલગ ચડ્ડી – બનિયાન ગેંગની ઓળક આ કેસમાં પ્રસ્થાપીત થઈ હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓના આશ્રય સ્થાની વોચ ગોઠવી હતી અને ગતરોજ આ ગેંગના મુખ્ય સાગરીત મડીયાભાઈ કમજીભાઈ મેડા (રહે. ગુલબાર) અને તેના બે સાગરીતો શકરાભાઈ તેજીયાભાઈ મંડોડ અને કમલેશ ઉર્ફે કમલા બબલાભાઈ બબેરીયાઓ દાહોદના ગરબાડા ચોકડી ખાતે ભેગા થતાં તેઓને ઝડપી પાડ્યાં હતાં.
પકડાયેલ આરોપીઓ ભેગા મળી ટ્રેન મારફતે મુસાફરિી કરી આંધ્રપ્રદેશ રાજ્ય ખાતે ગુન્ટુર અને વિજયવાડા જિલ્લામાં જઈ અલગ અલગ પડી જુદી જુદી જગ્યાએ દિવસ દરમ્યાન રેકી કરી રાત્રીના સમયે સોસાયટીમાં આવેલ મકાનોમાં ઘરફોડ ચોરી કરતાં હોવાનું કબુલાત કરી હતી.
ઝડપાયેલ ઉપરોક્ત ઈસમો વિરૂધ્ધ આંધ્રપ્રદેશ રાજ્યમાં ચાર અલગ અલગ ગુનાઓ પણ નોંધાયેલ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે રૂા. ૪૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાેં છે.
આમ, સમગ્ર મામલે પોલીસે ઉપરોક્ત આરોપીઓને ઝડપી પાડતાં આંધ્રપ્રદેશ પોલીસે દાહોદ એલ.સી.બી. પોલીસને કામગીરીથી ખુશી થઈ અને પ્રોત્સાહિત કરી દાહોદ એલ.સી.બી. પોલીસને રૂા. ૧ લાખનું ઈનામ પ્રોત્સાહન રૂપે એનાયત કર્યું હતું.