દાહોદ જિલ્લામાં પંચાયતની ચુંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ રીતે યોજાવા માંગણી કરાઈ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૭

આગામી તારીખ ૧૯મી ડિસેમ્બર રવિવારના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણી નિષ્પક્ષ, નિર્વિવાદ અને લોકશાહી રીતે યોગ્ય યોગ્ય ઉમેદવારને ન્યાય મળે તથા લેભાગુ ગુંડાતત્વો અને અસમાજીક તત્વો ખોટી રીતે લાભ ન જાય તે બાબતોને ધ્યાનમાં લેવા બાબતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આફવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ રીતે યોજાય તેવી માંગણી કરવામાં આવી છે. અમુક ગામોમાં ધાકધમકીઓ અને બોગસ મતદાન થવાની શક્યતાઓ રહેલી છે. ભુતકાળમાં પણ મત વિસ્તારોની ગ્રામ પંચાયતોમાં બોગસ મતદાન થયું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. અશાંતિ ફેલાય અને ધાકધમકીઓ આપી ગામમાં ફાયરીંગ પણ કરવામાં આવ્યું છે. આ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે જેથી આવા બુથો પર ચુસ્ત અને વધારાનો પોલિસ બંદોબસ્ત અને બુથની સદર વિડીયોગ્રાફી કરાવવી આવશ્યક છે. દરેક બુથ પર સીસીટીવી કેમેરા મુકવાની માંગણી પણ કરવામાં આવી છે. મતગણતરી દરમ્યાન કેન્દ્રોમાં કોઈ પણ રાજકીય વ્યક્તિ હાજર ના હોવા જાેઈ. માત્ર જે તે ગામના માણસોજ હાજર રહી શકશે તેવી માંગણી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં પંચાયતની ચુંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ રીતે યોજાવા માંગણી કરાઈ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!