આવતી કાલે મતગણતરી : ઉમેદવારોનું ભાવિ નક્કી થશે : ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લામાં ગતરોજ ૩૨૭ ગ્રામ પંચાયતોની ચુંટણી સમ્પન્ન થઈ છે. દાહોદ જિલ્લામાં કુલ મતદાન ૮૨.૪૧ ટકા થયું છે. આજે એટલે કે, તારીખ ૨૧મી ડિસેમ્બરને મંગળવારના રોજ મત પેટીઓમાં સીલ થયેલ ઉમેદવારોનું ભાવી ખુલશે અને કયો ઉમેદવાર જીતશે અને કયો ઉમેદવાર હારશે તે નક્કી થનાર છે. સૌથી વધુ મતદાન દેવગઢ બારીઆમાં ૮૭.૫૯ ટકા થયું છે જ્યારે સૌથી ઓછુ મતદાન સંજલી તાલુકામાં ૭૭.૨૫ ટકા થયું છે.
દાહોદ જિલ્લામાં ૨૪ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતાં ૩૨૭ ગ્રામ પંચાયતોની ચુંટણી ગતરોજ યોજાઈ ગઈ. વહેલી સવારથીજ કડકતી ઠંડીમાં મતદારોની લાંબી કતારો જાેવા મળી હતી. શાંતિપુર્ણ રીતે દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણી સંમ્પન્ન થઈ હતી. જિલ્લામાં કુલ મતદાન ૮૨.૪૧ ટકા નોંધાયું છે. દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ૯ તાલુકા દીઠ મતદાનની વાત કરીએ તો, દાહોદ તાલુકામાં ૮૧.૬૬ ટકા, ગરબાડા તાલુકામાં ૭૯.૩૬ ટકા, ઝાલોદ તાલુકામાં ૮૨.૬૪ ટકા, ફતેપુરા તાલુકામાં ૮૦.૩૦ ટકા, સંજેલી તાલુકામાં ૭૭.૨૫ ટકા, લીમખેડા તાલુકામાં ૮૫.૮૩ ટકા, ધાનપુર તાલુકામાં ૮૦.૩૧ ટકા, સીંગવડ તાલુકામાં ૮૪.૦૦ ટકા અને દેવગઢ બારીઆમાં ૮૭.૫૯ ટકા મતદાન થયું છે. આજે એટલે કે, તારીખ ૨૧મી ડિસેમ્બરને મંગળવારના રોજ મત પેટીઓ ખુલશે અને મતગણતરી થનાર છે ત્યારે વહેલી સવારથીજ ઉમેદવારો પોતપોતાના સમર્થક, કાર્યકરો સાથે મતગણતરી સ્થળે પહોંચી જશે. મતગણતરીના દિવસે પણ કોઈ અનીચ્છીયન બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!