દાહોદ તાલુકાના રાબડાળ ગામનો બનાવ : બાયોડીઝલ ભરેલ બે ટેન્કર પોલીસે ઝડપી પાડ્યાં : રૂા. ૪૨.૧૫ લાખનો મુદ્દામાલ કબજે
દાહોદ તા.૨૬
દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી હાઈવે રોડ પરથી દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે બે ટેન્કરોને ઉભા રાખી તેની અંદર તલાસી લેતાં ટેન્કરની અંદરથી બાયોડીઝલ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે બંન્ને ટેન્કરોના ચાલકની અટકાયત કરી બંન્ને બાયોડીઝલ ભરેલ ટેન્કરોનો કબજાે લઈ કુલ રૂા.૪૨,૧૫,૦૧૯નો મુદ્દમાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
આજરોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના રાબડાળ ગામે હાઈવે રોડ પર વોચ ગોઠવી ઉભા હતાં. આ દરમ્યાન બાતમીમાં દર્શાવેલ બે ટેન્કરો ત્યાંથી પસાર થયાં હતાં. પોલીસે બંન્ને ટેન્કરોને ઉભા રાખી બંન્ને ચાલકોની પુછપરછ કરતાં બંન્નેએ પોતાનું નામ અરવિંદ અમૃતલાલ પાલ અને બીજાએ પોતાનું નામ હૈદરઅલી અનવરઅલી સૈયદ (બંન્ને રહે. યુ.પી) જણાવ્યું હતું. આ બાદ પોલીસે બંન્ને ટેન્કરોની તલાસી લેતાં પોલીસે તેની અંદરથી બાયોડીઝલ ઝડપી પાડ્યું હતું. બંન્ને ટેન્કરોમાંથી બાયોડીઝલ ભેળસેવ વાળું પ્રવાહી કુલ રૂા. ૨૭,૧૫,૦૧૯ અને બંન્ને ટેન્કરોની કિંમત મળી કુલ રૂા. ૪૨,૧૫,૦૧૯નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાેં હતો. આ બાદ એલ.સી.બી. પોલીસે દાહોદ મામલતદારનો સંપર્ક કરી સ્થળ પર બોલાવ્યાં હતાં અને તેમની હાજરી જરૂરી કાર્યવાહી હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.