દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામેથી એક સાથે ત્રણ અજગરનું રેશ્ક્યું કરવામાં આવ્યું

દાહોદ તા.૨૭

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે એકસાથે ત્રણ અજગર મળી આવતાં પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ગામમાં અજગર હોવાની વાત દોડી ગયેલ વન વિભાગની ટીમ અને પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યોએ ભારે જહેમત બાદ ત્રણેય અજગરનું રેશ્ક્યું કરી નજીકના જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યાં હતાં.

ગામડાઓમાં અનેક જગ્યાએ સાપ અવાર નવાર લોકોને જાેવા મળતા હોય છે ત્યારે એવી એક પહેલી વાર ઘટના સામે આવીછે કે, એકજ જગ્યાંએથી એક સાથે ત્રણ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે ડાયરા ફળીયામાં સંજયભાઈ બળવંતભાઈ પટેલના ખેતરમાં અજગર જાેવા મળતાં તેમને વનવિભાગની ટીમ અને પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદની ટીમને ફોન કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યાં હતાં. અજગર જમીનમાં એક દળની અંદર ભરાઈ ગયો હતો ત્યારે એ અજગરનું રેસ્ક્યૂં કરવા માટે દરની અંદર પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે એક સાથે ત્રણ અજગર અંદર થી બહાર નીકળ્યાં હતાં. એક સાથે ત્રણ અજગરને બહાર નીકળતા જાેઈને ગામ લોકો તેમજ રેસ્ક્યુની ટીમ ચોકી ગઈ હતી. બે કલાકની ભારે જહેમત બાદ એ ત્રણ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ત્રણેય અજગર અંદાજે ૧૦ થી ૧૨ ફૂટ લાંબા અને ૧૭ થી ૨૦ કિલો વજન ધરાવતા હતા. આ અજગર રેસ્ક્યુ માં અસાયડી ગામના રેન્જ ઓફિસર હિરેન પટેલ, ગોપાલભાઈ સાયબાભાઈ, તેમજ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય ચિરાગભાઈ અને જીગાભાઈ એ આ ત્રણ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ તેમને સલામત જગ્યાએ જંગલમાં છોડી દેવામાં આવ્યાં હતાં. અજગરને જાેવા માટે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: