નકલી નોટ છાપવાના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મુકેશ ઝડપાયો : દાહોદથી આંબા જતાં ઝડપી પાડી રાજસ્થાન પોલીસને સોંપ્યો
ઝાલોદ તાલુકાના આંબા ગામે બનાવટી ચલણી નોટો છાપવાનો મુખ્ય સૂત્રધાર મુકેશ ઝડપાઇ જતાં પોલીસે હાશ અનુભવી છે. લીમડી પોલીસે તેની ધરપકડ કરીને રાજસ્થાન પોલીસને સોંપ્યો છે. ના. પોલીસ મહાનિરીક્ષક ભરાડા પંચમહાલ રેન્જ ગોધરા તથા પોલીસ અધીક્ષક હીતેશ જોયસરે નાસતા ફરતા મુકેશને શોધી કાઢવા માટે સુચના આપી હતી. જે આધારે ઝાલોદ ડીવાયએસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અને માર્ગદર્શનમાં તથા ઝાલોદ સીપીઆઇ બીઆર સંગાડાની સુચના મુજબ લીમડી પીએસઆઇ એમ.એલ.ડામોર તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન બાંસવાડાના અરથુણા પોલીસ સ્ટેશનમાં બનાવટી ચલણી નોટોના ગુનામાં નાસતો ફરતો આંબાનો મુકેશ દાહોદથી દવા-સારવાર કરાવી તેના ઘરે આવ્યોની બાતમી મળતા પકડી રાજસ્થાન પોલીસને સોંપ્યો હતો. આંબાથી 6 લાખ ઉપરાંતની બનાવટી ચલણી નોટો સાથે 500ની નોટ છાપવા માટે કટીંગ કરેલા 24 હજાર કાગળના ટુકડા સાથે વિવિધ સામગ્રી જપ્ત કરાઇ હતી.