સુશાસન સપ્તાહ નિમિત્તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ દ્વારા ગ્રામીણ વિસ્તારોના ૨૩૮ સ્વસહાય જૂથોને રૂ. ૩૩.૩૦ લાખની રિવોલ્વીંગ ફંડની સહાય
૧૧૫ સ્વસહાય જૂથોને રૂ. ૮૦.૫૦ લાખ રૂ. ના કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડની સહાય
દાહોદ તા.૧
દાહોદ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી નિમિત્તે અનેક વિકાસ કાર્યોની નાગરિકોને ભેંટ મળી છે. ગત તા.૩૧ ડિસેમ્બરે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદ નગરમાં કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ દ્વારા ગ્રામીણ વિસ્તારોના ૨૩૮ સ્વસહાય જૂથોને રૂ. ૩૩.૩૦ લાખની રિવોલ્વીંગ ફંડની સહાય વિતરીત કરાઇ હતી. તેમજ ૧૧૫ સ્વસહાય જૂથોને રૂ. ૮૦.૫૦ લાખ રૂ. ના કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડની સહાયનું પણ વિતરણ કરાયું હતું.

