ધાનપુર તાલુકાના આકાશવાણી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી સંબંધી છ જેટલા ઇસમોએ ભેગા મળી એક મહિલા સહિત બેને ફટકાર્યા
દાહોદ તા.૨
ધાનપુર તાલુકાના આકાશવાણી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી સંબંધી છ જેટલા ઈસમોએ મારક હથિયારો ધારણ કરી એક વ્યક્તિના ઘરે આવી ભારે ધીંગાણું મચાવી મહિલા સહિત ૨ જણાને માર મારતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
ગત તારીખ ૩૧મી ડિસેમ્બરના રોજ ધાનપુર તાલુકાના આકાશવાણી ગામે પટેલ ફળિયામાં રહેતા રાજુભાઈ દિનેશભાઈ, સંદીપભાઈ દિનેશભાઈ, હિંમતભાઈ સનુભાઈ, હીરાભાઈ તેરીયાભાઈ, સુરમલભાઈ વરસીંગભાઇ અને મનુભાઈ મંગળાભાઈ તમામ જાતે તડવીનાઓએ પોતાની સાથે હાથમાં મારા હથિયારો જેવા કે, લોખંડની પાઇપ, લાકડીઓ લઇ તેઓના ગામમાં રહેતા સુક્રમભાઈ મૂળિયાભાઈ સંગાડાના ઘરે આવ્યા હતા અને વિક્રમભાઈ તથા તેમના પરિવારજનોને બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, તમે ચૂંટણીમાં હારી ગયા છો તો હજી કેમ આ બાજુ ફરો છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ છે લોખંડની પાઈપ તથા લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો મારમારી સુક્રમભાઈ તથા લલીબેનને મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી ભારે ધીંગાણું મચાવી ગામમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો.
આ સંબંધે ઇજાગ્રસ્ત સુક્રમભાઈ મૂળિયાભાઈ સંગાડાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.