દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામેથી એક બોલેરો ફોર વીલર ગાડી તેમજ એક મોટરસાયકલ ચોરાતા ચકચાર મચી
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામેથી એક બોલેરો ફોર વ્હીલર ગાડી તેમજ એક મોટરસાઈકલ મળી કુલ બે વાહનો અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે. એક સાથે બે વાહનો ચોરાતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી.
વાહન ચોરીનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના કંબોઈ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૧મી ડિસેમ્બરના રોજ કંબોઈ ગામે ભગત ફળિયામાં રહેતાં મગનભાઈ ચંન્દ્રાભાઈ ચૌહાણે પોતાની બોલેરો ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ બોલેરો ફોર વ્હીલર ગાડી કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા પોતાનો કસબ અજમાવી રાત્રીના કોઈપણ સમયે ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે મગનભાઈ ચંન્દ્રાભાઈ ચૌહાણે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન ચોરીનો બીજાે બનાવ લીમખેડા કંબોઈ ગામે બનવા પામ્યો હતો જેમાં લીમખેડા તાલુકાના જાદા ગામે પરમાર ફળિયામાં રહેતાં નારણભાઈ કાળુભાઈ પરમારે ગત તા.૦૬ નવેમ્બરના રોજ કંબોઈ ગામે કોઈ કામ અર્થે આવ્યાં હતાં અને પોતાની મોટરસાઈકલ કંબોઈ ગામે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા પોતાનો કસબ અજમાવી સાંજના ૬ વાગ્યાના આસપાસ મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે નારણભાઈ કાળુભાઈ પરમારે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.