દાહોદ જિલ્લાના લીમખેડામાં પીકપ બોલેરો અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત : ત્રણ ઘાયલ
દાહોદ તા,૬
લીમખેડામાં હાઈવે રસ્તા ઉપર આજે સવારમાં દાહોદથી સાકભાજી ભરીને પીપલોદ તરફ જતી પીકપ બોલેરો જીપ ગાડી અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૩ વ્યક્તિઓને ઇજા થઇ હતી જે પૈકીના ૩૨ વર્ષીય યુવકનુ શરીરે થયેલી ગંભીર ઇજાના પગલે ગોધરામાં સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું.

દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે રહેતા ધર્મેન્દ્ર ધુળાભાઈ માળી ઉંમર વર્ષ ૩૨ તથા નરેશભાઈ માધુભાઈ વણઝારા અને જોન્ટી ભાઈ મુકેશભાઈ સહિતના ત્રણેય મિત્રો પીકપ બોલેરો જીપ ગાડીમા દાહોદ થી શાકભાજી ભરીને પિપલોદ જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં સવારના દસેક વાગ્યાના સુમારે લીમખેડા નજીક પહોંચતા પાછળથી પુરપાટ વેગે દોડી આવતી એક ટ્રકના ચાલકે પાછળથી જીપને જોશભેર ટક્કર મારી હતી ટક્કર મારતા જીપ ગાડી ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી અને ટ્રક રસ્તાની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી તેથી ટ્રક અને પીકપ બોલેરો જીપ ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બોલેરો જીપમાં સવાર પિપલોદ ના ધર્મેન્દ્ર ધુળાભાઈ માળી ઉંમર વર્ષ ૩૨ તથા નરેશભાઈ માધુભાઈ વણઝારા અને જોન્ટી ભાઈ મુકેશભાઈ સહિત ત્રણે મિત્રોને માથામાં તથા શરીરના ભાગે ઇજાઓ થઇ હતી ઇજાગ્રસ્તોને લીમખેડામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ગોધરા રીફર કરવામાં આવ્યા હતા જે પૈકીના ધર્મેન્દ્ર ધુળાભાઈ માળી (ઉ.વ.૩૨)નું શરીરે તથા હાથે-પગે પહોંચેલી ગંભીર ઇજાના પગલે ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે નરેશ ભાઈ માધુભાઈ વણઝારા અને જોન્ટી ભાઈ મુકેશભાઈ સહિત બંને ઇજાગ્રસ્ત મિત્રો હાલ ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે
આ બનાવ સંદર્ભે મૃતકના ભાઇ મહેશ ધુળા માળી એ નોંધાવેલી ફરિયાદના પગલે લીમખેડા પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

