દાહોદ જિલ્લામાં આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી માટેની બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાઇ
દાહોદ તા. ૬
દાહોદ જિલ્લામાં આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી માટેની બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતેના સભાખંડમાં યોજાઇ હતી. બેઠકમાં કોરોનાની સ્થિતિ તેમજ રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠકમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સ્થળ, વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉજવણીમાં કયા વિભાગ દ્વારા ટેબ્લો નિર્દેશન કરવામાં આવશે તે નક્કી કરાયું હતું. કાર્યક્રમમાં વિવિધ વિભાગો પાસે આવતી કામગીરી અને જવાબદારી વિશે વિશદ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમના સ્થળ વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સ્થળ પસંદગી કરવામાં આવશે.
બેઠકમાં નાયબ વન સંરક્ષક શ્રી આર.એમ.પરમાર, ડીઆરડીએ નિયામક શ્રી સી.બી. બલાત, એએસપી શ્રી વિજયસિંગ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, પ્રાંત અધિકારીશ્રી દાહોદ, સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
૦૦૦

