દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં બે માતાએ પોતાના બે બાળકો સાથે કુવામાં ફુસકો મારી આત્મહત્યા પ્રકરણમાં નવો વળાંક : પતિ દ્વારા પોતાની મૃતક પત્નિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
દાહોદ તા.8
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે એક માતાએ પોતાના બે સંતાનો સાથે કૂવામાં કૂદકો મારી આત્મહત્યા કર્યાના બનાવમાં નવો વળાંક સામે આવ્યો છે જેમાં અગાઉ મહિલાના પિતા દ્વારા પોતાના જમાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે આજરોજ જમાઈ દ્વારા પોતાની પત્ની એટલે કે મૃતક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોતાના બંને બાળકોને લઇ મૃતક મહિલા એ કૂવામાં કુદકો મારી બંને બાળકોનું અને પોતાનું મોત નિપજાવયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
દેગાવાડા ગામે ચોરા ફળિયા માં રહેતી 30 વર્ષીય મીનાક્ષીબેન સંદીપભાઈ હરીજન અને તેના બે સંતાનો જેમાં એક અનસૂયા (ઉં.વર્ષ 6) અને ભાવિક (ઉં.વર્ષ 4) આ બંનેની સાથે મીનાક્ષીબેનએ ગત તારીખ 1 જાન્યુઆરી ના રોજ બપોરના દોઢેક વાગ્યાના આસપાસ ગામમાં આવેલા કૂવામાં બંને સંતાનો સાથે પાણીમાં કૂદી પડી હતી તેને પગલે તમારા મોત નિપજયા હતા આ મામલે મીનાક્ષી બેન ના પિતા દ્વારા પોતાના જમાઈ સંદીપભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સંદીપભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આજરોજ ખુદ સંદીપભાઈ દ્વારા પોતાની મૃતક પત્ની મીનાક્ષીબેન સામે દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મીનાક્ષીબેન પોતાના ઘરેથી કંઇ પણ કર્યા વગર પોતાના ઉપરોક્ત બંને સંતાનોને લઈ ગામમાં આવેલ તરફ ગઇ હતી અને તેના બંને સંતાનોને કૂવામાં નાખી પોતે પણ કૂવામાં કૂદી મોત નિપજાવ્યું હતું.
આ બાબતની ફરિયાદ સંદીપભાઈ પ્રતાપભાઈ હરિજન દ્વારા પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

