સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ ખાતે કોરોના વેક્સિન રસીકરણ કેમ્પ યોજાયો

રિપોર્ટર : ભુપેન્દ્ર વણકર

શહેરા તા.૦૮
  
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ ૨૦૧૫ થી કાર્યરત છે હાલ કોલેજમાં ૧૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાંથી ૧૮ વર્ષ થી ઉપરના વિદ્યાર્થીઓએ કોરોના વેક્સિન નો ડોઝ લઇ લીધો હતો. પરંતુ સરકારની નવી ગાઇડલાઇન મુજબ ૧૫ થી ૧૮ વર્ષના યુવાનો અને યુવતીઓને કોરોના વેક્સીન આપવાનો અભિગમ ચાલી રહ્યો છે. તે અંતર્ગત કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટના ઉપક્રમે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોરોના વેક્સિનેશન કેમ મોરવા હડફ  કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ૧૫ થી ૧૮ વર્ષની વય ધરાવતા વિદ્યાર્થીઓ માટે રસીકરણ અભિગમ ચાલી રહ્યું છે આ વર્ષે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી આ અભિયાનને સફળ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે તે અંતર્ગત તાજેતરમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ના ૧૫ થી ૧૮ વર્ષની વચ્ચેના અને જેઓએ કોરોના વેક્સિન લીધી ન હોય તેવા વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓએ સક્રિય સહભાગિતા દાખવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. કમલ છાયા અને એન.એસ.એસ ના પ્રોગ્રામ ઓફિસર ડો. એસ.બી. સલોત દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વેક્સિન લઈ શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: