વલૂંડા ગામે કૌટુંબિક કાકા એ અંગત અદાવત રાખી ભત્રીજા ઉપર હુમલો કર્યો
રિપોર્ટર : કિશોર પણદાસોની
ફતેપુરા ૧૦
ફતેપુરા તાલુકાના વલુંડા ગામે કૌટુંબિક કાકા તેમજ તેમના પુત્ર એ અંગત અદાવત રાખી બત્રીજા ને ગાળો બોલી લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો અને ત્યાર બાદ ગડદા પટું નો માર માર્યો હતો માર મારી મારી નાખવા ની ધમકી આપતા ભત્રીજા એ ફતેપુરા પોલીસ મથકે જાણ કરતા પોલીસ વલુંડા ગામ ના ત્રણ શખસો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
વાલુંડા ગામ માં રહેતા શંકરભાઈ વખાભાઈ બરજોડ રાત્રી ના આશરે ૧૦ વાગ્યા ની આસપાસ તેમની દીકરી ને ભરૂચ ખાતે પોલીસ ની ભરતી માં જઈ ઘરે આવતા હતા તે દરમિયાન તેજાભાઇ હકજીભાઈ બરજોડ ના ઘર પાસે થી પસાર થતા હતા ત્યારે અચાનક તેજાભાઇ હકજીભાઇ બરજોડ ,રાજેશભાઈ તેજાભાઇ બરજોડ,શૈલેષભાઈ તેજા ભાઈ બરજોડ લાકડી લઈ દોડી આવ્યા હતા અને શંકરભાઈ ને લાકડી માથા ના ભાગે તેમજ શરીર ના ભાગે લાકડીના થી હુમલો કરી ગંભીર ઇજા ઓ પહોંચાડી હતી માથા ના ભાગે વધુ ઇજા થવા થી બેહોશ થઈ જવા પામ્યા હતા તેઓ ને ૧૦૮ મારફતે ફતેપુરા રેફરલ હોસ્પિટલ ફતેપુરા ખસેડવામાં આવ્યા હતા જ્યાં માથા ના ભાગે ગંભીર ઇજા થવા થી ખુબ જ ખુંન નીકળતું હોવા થી માથા ના ભાગે ડૉક્ટર ને ટાકા લેવા ની ફરજ પડી હતી અને હાથ માં તથા કમ્મર માં ફ્રેકચર જણાતા તેમજ તેઓ ની હાલત ખુબજ ગંભીર જણાતા ફતેપુરા થી દાહોદ ઝાયડસ હોસ્પિટલ માં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટર દ્વારા હાથ અને કમર નો અક્ષરે કરતા કમર માં અને હાથ ની આંગળી ઉપર ફેક્ચર જણાતા ઓપરેશન કરવા ની ફરજપડી હતી
આ અંગે ફતેપુરા પોલીસ ને જાણ કરતા ફતેપુરા પોલીસ ગુન્હા ની ગંભીરતા જોઈ ને આગળ ની કાર્યવાહી અને આરોપી ને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




