દાહોદમાં આજે વધુ ૨૨ કોરોના પોઝીટીવ કેસ : ૦૧ દર્દી સાજાે થતાં રજા અપાઈ
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લામાં આજે ફરી ૨૨ કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યાં છે. દિન પ્રતિદિન વધતાં કોરોના સંક્રમણના કેસોને લઈ આરોગ્ય તંત્રમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે આજના ૨૨ કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ એક્ટીવ કેસની સંખ્યા ૯૪ને પાર થઈ ગઈ છે. આજે વધુ એક દર્દી કોરોનાથી સાજાે થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. ત્રીજી લહેરની લગભગ શરૂંઆત થઈ ગઈ છે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. દાહોદ શહેર સહિત જિલ્લામાં હાલ જ્યાં જુઓ ત્યાં લોકો માસ્ક વગર ફરતાં પણ જાેવા મળી રહ્યાં છે. બજારોમાં ભારે ભીડ જાેવા મળી રહી છે. બજારોમાં સોશીયલ ડિસ્ટન્સનું પણ કોઈ પાલન થતું જાેવા મળતું નથી. લોકો જાણે કોરોના પ્રત્યે બેદરકારી દાખવી રહ્યાં હોય તેમ સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. રોજેરોજ દાહોદમાં કોરોના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે આજે વધુ ૨૨ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આર.ટી.પી.સી.આર. ના ૨૦૨૪ ૨૧ અને રેપીટ ટેસ્ટના ૩૨૪ પૈકી ૦૧ કોરોના પોઝીટીવ મળી કુલ ૨૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયાં છે. આ ૨૨ પૈકી ૨૧ તો દાહોદ અર્બન વિસ્તારમાંથી સામે આવ્યાં છે જ્યારે ૦૧ કેસ ઝાલોદ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યો છે. દાહોદ અર્બન વિસ્તારમાં સતત કોરોના પોઝીટીવ કેસો વધતાં જાેવા મળી રહ્યાં છે. આમેય દાહોદ શહેરમાં રોજેરોજ બજારોમાં ભારે ભીડ જાેવા મળતી હોય છે અને લોકો માસ્ક વગર પણ ફરતાં જાેવા મળી રહ્યાં છે જેને કારણે પણ સભવતઃ કોરોના કેસ વધી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ જિલ્લામાં આજના ૨૨ કોરોના પોઝીટીવ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૨૪૯ને પાર થઈ ચુંક્યો છે. આજે એક દર્દી કોરોનાથી સાજાે થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.