દાહોદમાં ૭ વર્ષીય બાળકના ગળે પતંગને દોરો ફરી વળતાં બાળકને ૩૦ ટાકા આવ્યાં
વાક્શક્તિ, દાહોદ તા.૧૦
દાહોદ શહેરમાં આજરોજ ઘર આંગણે રમી રહેલ એક છ વર્ષીય બાળકના ગળાના ભાગે પતંગની દોરી ફરી વળતા બાળકનું ગળું કપાઈ જવા પામ્યું હતું. તાત્કાલીક બાળકને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાતા તેને ગળાના ભાગે કુલ ૩૦ ટાકા લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. દાહોદ શહેરના મોચીવાડ વિસ્તાર ખાતે રહેતા ૬ વર્ષીય મહંમદ હસનેન ઇમરાન શેખ આજરોજ સવારના સમયે પોતાના ઘરના આંગણામાં રમતો રહ્યો હતો તે સમયે પતંગની ધારદાર દોરી મહંમદના ગળા તરફ ફરી વળી હતી અને જાેતજાેતામાં મહંમદ લોહીલુહાણ થઇ ગયો હતો પરિવારજનોને જાણ થતા તેઓએ ઇજાગ્રસ્ત બાળક મહંમદને લઈ દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચી ગયાં હતાં જ તબીબો દ્વારા ગંભીર ઇજાગ્રસ્ત મહંમદના ગળાના અંદરના ભાગે ૧૦ ટાકા ગળાના અંદરના ભાગે અને ૨૦ ટાકા ઉપરના ભાગે એમ કુલ ૩૦ ટાકા લેવામાં આવ્યાં હતાં હાલ બાળકની તબીયત સારી છે.

