દેવગઢ બારીઆ તાલુકાના ટીકડી ગામનો બનાવ : ખેતરમાં કામ કરી રહેલ એક યુવક ઉપર રીંછનો હુમલો : યુવક સારવાર હેઠળ

દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ટીકડી ગામે આજે વહેલી સવારે ખેતરમાં કામ કરી રહેલા એક ૪૫ વર્ષીય યુવક ઉપર વન્યપ્રાણી રીંછે હુમલો કરતાં વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રીંછના હુમલાને પગલે ગ્રામજનોમાં ફફડાટ સાથે ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. આજરોજ તારીખ ૧૦મી જાન્યુઆરીના રોજ સવારના ૯ વાગ્યાના આસપાસ દેવગઢ બારીઆ તાલુકાના કુવા ગામે રહેતાં લક્ષ્મણભાઈ ભયકાભાઈ પટેલીયા પોતાના ખેતર તરફ જતાં હતાં તે સમયે વન્ય પ્રાણી રીંછે અચાનક લક્ષ્મણભાઈ ઉપર હુમલો કરતાં લક્ષ્મણભાઈના ખભાના પાછળના ભાગે તથા ઢીંચણ ઉપર તેમજ જમણા હાથના અંગુઠા ઉપર રીંછે નખ મારી ઈજાઓ પહોંચાડી હતી. રીંછના હુમલાને પગલે લક્ષ્મણભાઈએ બુમાબુમ કરી મુકતાં રીંછ જંગલ વિસ્તાર તરફ ભાગી ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને આ અંગે નજીકના વન વિભાગને જાણ કરવામાં આવતાં વન અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયાં હતાં. ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈને તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે ગ્રામજનોમાં રીછના હુમલાને પગલે ફફડાટ સાથે ભયનો માહોલ પણ જાેવા મળ્યો હતો. અગાઉ પણ થોડા દિવસો પહેલા રીંછે હુમલો કર્યાંનો બનાવ સામે આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: