દાહોદ એલ.સી.બી પોલીસે ગેરકાયદે યુરિયા ખાતરની 550 થેલીઓ સાથે ટ્રક ઝડપી પાડી

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ થી ઝાલોદ તરફથી દાહોદ એલ.સી.બી. પોલીસે ગેરકાયદે ૫૫૦ થેલી ભરેલ યુરીયા ખાતર ભરેલ ટ્રક ઝડપી પાડી ચાલકની અટક કર્યાંનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં એક તરફ ખેડુતો ચિંતામાં છે અને ખેતી કામમાં પણ ખેડુત મિત્રોને ખાસ ઉપજુ નથી અને જિલ્લામાં ઘણા એવા પરિવારો છે જે માત્ર ખેતીકામ ઉપર પોતાનું જીવન વ્યતીત કરે છે અને ખેતીકામમાંજ રોજીરોટી કમાઈ જીવન ગુજારે છે ત્યારે આવા સમયે ખાતરના કાળા બજારીઓ પણ ગરીબ ખેડુતોની મજબુરીનો લાભ લઈ ઉંચા ભાવે યુરીયા ખાતરનું વેચાણ કરતાં હોય છે. ભુતકાળમાં પણ ખાતરના કાળા બજારીઓમાં સામે ઘણા લોકોએ તંત્ર સમક્ષ રજુઆત પણ કરી હતી ત્યારે આજરોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ થી ઝાલોદ તરફથી ગેરકાયદેસર રીતે યુરીયા ખાતર ભરેલ ટ્રક પસાર થતી હોવાનું દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સ્થળ પર ઉભા હતાં તે સમયે ત્યાંથી એક ટ્રક પસાર થતાં પોલીસે તેને ઉભી રખાવી હતી અને જરૂરી તપાસ અને પુછપરછ હાથ ધરતાં પોલીસને ચાલક પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ટ્રકમાં તલાસી લેતાં તેમાંથી ગેરકાયદેસર યુરીયા ખાતરની ૫૫૦ થેલીઓ જેની કુલ કિંમત રૂા. ૧,૬૫,૦૦૦નો જથ્થો કબજે કર્યાેં હતો.  આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદે યુરીયા ખાતરનો જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યો હશે અને કોણે મંગાવ્યો હશે? તે તમામ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: