દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે દારૂની બાતમી પોલીસને આપે છે તેમ કહી યુવકને ચાર જણાએ ભેગા મળી માર માર્યાે
દાહોદ તા. ૧૨
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે ચાર જેટલા ઈસમોએ એક યુવકને પટાવી ફોસલાવી ફોર વ્હીલર ગાડીમાં બેસાડી રસ્તામાં લઈ જઈ પોલીસને દારૂની બાતમી આપે છે, તેમ કહી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં આ સંબંધે ચાર યુવકના ચંગુલમાંથી ભાગી છુટેલ યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ગત તા.૧૦મી જાન્યુઆરીના રોજ લીમખેડાના ચીલોકાટા તથા દાહોદ ગરબાડા તાલુકાના માતવા ગામે રહેતાં નઈનેશભાઈ છગનભાઈ તડવી, હીરમલભાઈ કાળુભાઈ તડવી, વિકાશભાઈ બાદરભાઈ પલાસ અને અશ્વિનભાઈ થાવરીયાભાઈ પલાસનાઓએ લીમખેડા તાલુકાના જાદા ગામે માવી ફળિયામાં રહેતાં રાહુલભાઈને પટાવી ફોસલાવી, આપણે નારસીંગ દેવના દર્શન કરવા જઈએ, તેમ કહી ઉપરોક્ત ચારે જણાએ રાહુલભાઈનેપોતાના કબજાની બોલેરો ગાડીમાં બેસાડી લઈ ગયાં હતાં અને રસ્તામાં ચીલાકોટા ગામે ગાડી ઉભી રાખી રાહુલભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું પોલીસને ખોટી બાતમી આપી અમારો દારૂ પકડાવે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને રાહુલભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી.
આ સંબંધે લીમખેડા તાલુકાના જાદા ગામે માળી ફળિયામાં રહેતાં બળવંતભાઈ મડુભાઈ માવીએ લીણખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.