દાહોદમાં ગુંજ ગ્રૃપ દ્વારા ૨૫૦ જેટલા બાળકોને પતંગ તેમજ ચીકીનું વિતરણ કરી ઉતરાયણ પર્વની ઉજવણી કરી
દાહોદ તા.૧૨
ગુંજ ગ્રૃપ દ્વારા આજરોજ દાહોદ શહેરના ચાકલીયા રોડ ખાતે આવેલ સુખદેવ કાકા ચાલ, રામનગર સહિત વિસ્તારોમાં ૨૫૦ જેટલા બાળકોની સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી અને ૨૫૦ જેટલા બાળકોને પતંગ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મારીયા ભાટીયા, જાસમીન,દેસાઈ અંજુ સોલંકી, જયકિશન જેઠવાણી, સજ્જાદ ભાટીયા, પિંકલબેનશાહ , જૈનબબેન,ભુરકા,નિરાલી જૈન મયંક ચૌહાણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.