દાહોદ શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ – ૧૯માં મૃત્યુ પામેલાઓ ને ૪૦૦૦૦૦ ની સહાય આપવા માટેનું આવેદનપત્ર મામલતદારશ્રી દાહોદ ને આપવામાં આવ્યું
આજ રોજ તારીખ ૧૩/૦૧/૨૦૨૨ ને ગુરુવાર ના રોજ બપોરના ૩.૦૦ કલાકે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ તાલુકા પંચાયત, દાહોદ પાસે એકત્ર થઇ દાહોદ શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ માં મૃત્યુ પામેલાઓ ને ૪૦૦૦૦૦ ની સહાય આપવા માટે નું આવેદનપત્ર મામલતદારશ્રી દાહોદ ને આપવામાં આવ્યું. જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા, ધારાસભ્ય શ્રી વજેસિંહ ભાઇ પણદા, ધારાસભ્ય ચંન્દ્રીકાબેન બારીયા, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીઆડ, જીલ્લા પંચાયત વિપક્ષ નેતા શ્રી કીરીટભાઇ પટેલ, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઇશ્વર પરમાર, દાહોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ બાકલીઆ, કાર્યકારી પ્રમુખ આશીફ ભાઇ સૈયદ, વનરાજ ભાઈ ડામોર, હરેન્દ્ર સિંહ નાયક,કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટ ઇસ્તિયાકભાઇ સૈયદ , તસ્લિમબેન સહિત ના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.