મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા ૦૦૦ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું
આજ રોજ ધ લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ના સ્થાપક લા. મેલ્વિન જોન્સ અને ડિસ્ટ્રીક ગવર્નર લા. કૃષ્ણકાંત દેસાઈ ના જન્મદિવસ તથા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબીલીટી દ્વારા બોરડી ઈનામી, બલાઇન્ડ બેલફેર કાઉન્સિલ દાહોદ, છાપરી અંધશાળા, દાહોદ ગૌશાળાની પાસેના ભીલવાળા અને ડબગરવાડ ખાતે બાળકોને ૨૦૦૦ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં કેબિનેટ સેક્રેટરી લા. યુસુફી કાપડિયા, રિજીયન ચેરમેન લા. કમલેશ લીમ્બાચીયા, દાહોદ સિટીના પ્રમુખ અર્પિલ શાહ, એબીલીટી ના મંત્રી સુરેશ ભૂરા, દાહોદ નગરપાલિકાના કાઉન્સિલર શ્રદ્ધા ભડંગ ઉપસ્થિત રહ્યા હતા.