દાહોદમાં વધુ ૩૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયાં : એક્ટીવ કેસની સંખ્યા ૧૮૯ને પાર
દાહોદ તા.૧૩
દાહોદમાં આજે રેકોર્ડ બ્રેક ૩૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયાં છે. દિનપ્રતિદિન દાહોદ જિલ્લામાં વધતાં કોરોના પોઝીટીવ કેસોને પગલે લોકોમાં એક પ્રકારનો ફફડાટ સહિત ચકચાર વ્યાપી જવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં વધતાં જતાં કોરોના પોઝીટીવ કેસોને પગલે આરોગ્ય તંત્ર સમેત જિલ્લા વહીવટી તંત્રએ હવે કડડ પગલાં લેવા અનિવાર્ય બન્યાં છે કારણ કે, દિનપ્રતિદિન અને કુદકેને ભુસકે વધતાં કોરોના પોઝીટીવ કેસોને પગલે જિલ્લાવાસીઓમાં એક પ્રકારનો ચિંતાનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૯૦૭ પૈકી ૨૪ અને રેપીટ ટેસ્ટના ૬૦૮ પૈકી ૧૫ મળી આજે ૩૯ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં છે. ખાસ કરીને દાહોદ અર્બન વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે તે એક ચિંતાનો વિષય છે. આજના ૩૯ પૈકી ૨૫ કોરોના પોઝીટીવ કેસો દાહોદ અર્બન વિસ્તારમાંથી સામે આવ્યાં છે ત્યારે દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૪, ઝાલોદ અર્બન વિસ્તારમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૬, દેવગઢ બારીઆ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૨ અને સીંગવડમાંથી ૦૧ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૧૫ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાનો અત્યાર સુધીનો કુલ આંકડો ૭૩૭૦ અને એક્ટીવ કેસની સંખ્યા વધીને ૧૮૩ને પાર થઈ ગઈ છે.