દાહોદમાં કોરોનાના વધુ ૩૧ કોરોના પોઝીટીવ કેસ : વધુ ૨૪ દર્દીઓ કોરોનાથી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
દાહોદ તા.૧૭
દાહોદમાં આજે ફરી કોરોનાનો રાફડો ફાડ્યો છે. આજે એકજ દિવસમાં ૩૧ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે. હવે રોજે રોજ દાહોદમાં કોરોનાના પોઝીટીવ કેસો કુદકેને ભુસકે વધી રહ્યાં છે. આ એક ચિંતાનો વિષય છે પરંતુ વધતાં કેસોની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે એકસાથે ૨૪ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આર.ટી.પી.સી.આર.ના ૨૪૦૨ પૈકી ૨૦ અને રેપીટ ટેસ્ટના ૫૮૩ પૈકી ૧૧ મળી કુલ ૩૧ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં છે. આ ૩૧ પૈકી દાહોદ અર્બનમાંથી સૌથી વધુ ૧૬ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યાં છે. દાહોદ અર્બન વિસ્તારમાંથી ૦૫૫, ઝાલોદ અર્બન વિસ્તારમાંથી ૦૧, દેવગઢ બારીઆ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૩, લીમખેડામાંથી ૦૧, ફતેપુરામાંથી ૦૧ અને સંજેલીમાંથી ૦૪ દર્દીઓનો સમાવેશ થયો છે. આજે વધુ ૨૪ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૨૧૬ને પાર થઈ છે જ્યારે અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૪૯૦ને પાર થઈ ગયો છે.