ચોરીની મોટરસાઈકલ સાથે ઝાલોદની લીમડી પોલીસે એકને ઝડપી પાડ્યો

દાહોદ તા.૧૮

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી બજારમાંથી ચોરી થયેલ મોટરસાઈકલનો ભેદ ઉકેલાયો છે જેમાં લીમડી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીની મોટરસાઈકલ સાથે એકને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

તારીખ ૧૩૧.૨૦૨૨ના રોજ ઝાલોદ તાલુકાના લીમડી બજારમાંથી એક મોટરસાઈકલ ચોરાઈ હતી જે મામમલે લીમડી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. મોટરસાઈકલની ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ લીમડી પોલીસે ઈ – ગુજકોપ પોકેટના માધ્યમથી અને જરૂરી મળેલ બાતમીના આધારે ચોરીની મોટરસાઈકલ સાથે એક ઈસમ ચાકલીયા તરફથી લીમડી તરફ વહેલી સવારના આવવાનો હોવાની લીમડી પોલીસને બાતમી મળી હતી. બાતમી મળતાંની સાથે લીમડી પોલીસે સ્થળ પર વોચ ગોઠવી ઉભા હતાં અને જ્યાંથી ચોરીની મોટરસાઈકલ સાથે પિન્ટુભાઈ બાબુભાઈ નીનામા (ઉ.વ. ૧૯, રહે. ચાકલીયા, બોરસદ ફળિયુ, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાનો પસાર થતાં પોલીસે તેને ચોરીની મોટરસાઈકલ સાથે દબોચી લીધો હતો. આમ, લીમડી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીની મોટરસાઈકલનો ભેદ ઉકેલ્યો હતો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!