દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે એક વૈભવી કારમાંથી રૂા.૨.૪૦ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો : 3 ફરાર
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસે એક વૈભવી ગાડીમાંથી 2,40,240/-ના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટક જ્યારે અન્ય ત્રણ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ ખાતે બે દિવસ અગાઉ સંજેલી પોલીસ મથકના એક પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ૩ થી ૪ વ્યક્તિઓ સામે પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરવાના મામલે ગુનો દાખલ કર્યો હતો ત્યારે આજે ઝાલોદ તાલુકાના લીમડી પોલીસે ડુંગરી ગામેથી વૈભવી honda city ગાડી પસાર થઈ રહેલી હોવાની માહિતી મળી હતી જે બાતમીના આધારે લીમડી પોલીસે બાતમી સ્થળ પર વોચ ગોઠવી હતી ત્યારે બાતમીમાં દર્શાવેલ honda city ગાડી ત્યાંથી પસાર થઈ હતી અને નજીક આવતાની સાથે જ પોલીસે તેને ચારે તરફથી ઘેરી લીધી હતી પરંતુ ગાડીમાં સવાર ત્રણ ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા પરંતુ એકને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ફોરવિલ ગાડીમાં તલાસી લેતા પોલીસ ચોંકી ઉઠી હતી. ફોરવિલ ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂનો કુલ રૂપિયા 2,40,240/-ના જથ્થા સાથે એકની અટકાયત કરી આરોપીઓ વિરુદ્ધ લીમડી પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.