દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીમાંથી પસાર થતાં બાયપાસ ચોકડી ખાતે કન્ટેઈનર ટ્રેલરે એક્ટીવા ટું વ્હીલર ચાલકને અડફેટમાં લેતાં એક્ટીવા ટું વ્હીલર ચાલકનું મોત

દાહોદ તા.૧૮

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી બાયપાસ ચોકડી ખાતે એક કન્ટેઈનર ટ્રેઈલરના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ એક્ટીવા ટું ચાલકને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં એક્ટીવા ટું વ્હીલર ગાડીના ચાલકને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૧૭મી જાન્યુઆરીના રોજ લીમડી બાયપાસ હાઈવે પરથી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે નવી ધરી ફળિયા ખાતે રહેતાં કમજીભાઈ નાથાભાઈ ડાંગી પોતાના કબજાની એક્ટીવા ટું વ્હીલર ગાડી લઈ હાઈવે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. આ દરમ્યાન ત્યાંથી એક કન્ટેઈનર ટ્રેઈલરનો ચાલક પસાર થયો હતો અને પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કમજીભાઈને અડફેટમાં લઈ કમજીભાઈના માથાના ભાગે વ્હીલર ફરાવી દેતાં કમજીભાઈનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. માર્ગ અકસ્માત સર્જી કન્ટેઈનર ટ્રેઈલરનો ચાલક નાસી ગયો હતો.

આ સંબંધે સંજેલી તાલુકાના કરંબા ગામે નવી ધરી ફળિયા ખાતે રહેતાં સબુરભાઈ કલુભાઈ ડાંગીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: