દાહોદમાં કોરોનાનો વિસ્ફોટ એકજ દિવસમાં 75 કોરોના પોઝિટિવ આવનારા દિવસમાં દાહોદ મહાનગરોને પાછળ પાડે તેવી શક્યતાઓ
દાહોદ તા.૧૯
દાહોદમાં કોરોના સેન્ચુરીને પાર કરવા જઈ રહ્યું છે ત્યારે આજે એકજ દિવસમાં ૭૫ કોરોના કેસો નોંધાંતાં દાહોદ જિલ્લવાસીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. દાહોદની સરકારી હોસ્પિટલો હવે ધીમે ધીમે હાઉસફુલ થવા માંડી છે અને તેમાંય ખાસ કરીને કોરોના વોર્ડાેમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. દાહોદમાં આવનાર દિવસો પડકારરૂપ હશે તેમ કહી શકાય કારણ કે, હવે છેલ્લા બે દિવસથી ૫૦ ઉપરાંત કોરોના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે.
આર.ટી.પી.સી.આર. ના ૧૫૫૬ પૈકી ૩૪ અને રેપીટ ટેસ્ટના ૮૩૭ પૈકી ૪૧ મળી આજે કુલ ૭૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં હતાં. સૌથી મોખરે દાહોદ અર્બન વિસ્તાર રહ્યો છે. દાહોદ અર્બન વિસ્તારમાંથી ૩૧, દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૭, ઝાલોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૦, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૧, લીમખેડામાંથી ૦૬, સીંગવડમાંથી ૦૪, ગરબાડામાંથી ૦૨, ધાનપુરમાંથી ૦૨, ફતેપુરામાંથી ૦૧ અને સંજેલીમાંથી ૦૭ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં છે. આજે દાહોદ જિલ્લાના તમામ વિસ્તારોમાંથી કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યાં છે. કોઈ તાલુકાઓ આજે બાકી રહ્યો નથી. કોરોના સંક્રમણ ધીરે ધીરે શહેરી વિસ્તાર સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ ફેલાઈ રહ્યું છે. કોરોના સંક્રમણને પગલે દાહોદ શહેર સહિત જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં કોરોના વોર્ડમાં દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગાઉથી કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે હોસ્પિટલમાં બેડોની વધારાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી પરંતુ હવે આવનાર દિવસોમાં કોરોના સંક્રમણ કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તે જાેવાનું રહ્યું. આ સિવાય દાહોદના ખાનગી હોસ્પિટલોમાં પણ સામાન્ય ફ્લુ જેવા કે, તાવ, ખાસી, શરદી વિગેરે જેવા દર્દીઓનો રાફડો ફાટ્યો છે. દાહોદમાં સરકારી હોસ્પિટલ સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જાેવા મળી રહી છે. આવા સમયે દાહોદમાં કોરોના સંક્રમણનો ફેલાવવાની સંભાવનાઓ વધુ વ્યક્ત કરાઈ રહી છે. રાહતના સમાચાર એ છે કે, દાહોદમાં કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. આજે એકસાથે ૩૪ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૬૨૭ ને પાર થઈ ગયો છે ત્યારે ૨૯૬ એક્ટીવ કેસો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

લગભગ કોરોનાની મહામારી વચ્ચે કોરોનાની ત્રીજી લહેરની પરિસ્થિતિમાં દાહોદ જિલ્લો આગામી દિવસોમાં અમદાવાદ, વડોદરા અને સુરતને પણ પાછળ છોડશે તેમ લાગી રહ્યું છે કારણ કે, કૂદકેને ભૂસકે જિલ્લામાં જે પ્રકારે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતાં ચોક્કસપણે આગામી દિવસોમાં દાહોદ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટશે તે નક્કી છે પરંતુ સમગ્ર મામલે જો દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર સફાળુ જાગીને કોરોના સંક્રમણને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરશે તો ચોક્કસપણે પૂર્ણ સામે કાબુ મેળવી શકાશે પરંતુ હાલની પરિસ્થિતિ જોઈ તંત્રની કોઈપણ કામગીરી જોવાતી નથી. વહેલામાં વહેલી તકે આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે નિયંત્રણો સહિત પગલાં લેવામાં આવે તે આવશ્યક બન્યું છે.