દાહોદ જિલ્લાના ઝાલોદ નગરનો બનાવ : બે ચોર ઈસમોએ રૂા.૧.૯૯ લાખની ચીલ ઝડપ કરી ફરાર થતાં પંથકમાં ચકચાર મચી

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના બાંસવાડા રોડ ખાતેનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે વ્યક્તિઓ બેન્કમાંથી રૂા. ૧,૯૯,૦૦૦ રોકડા લઈ થેલીમાં ભરી ટુ વ્હીલર ગાડી પર જઈ રહ્યાં હતાં તે સમયે એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા બે અજાણ્યા ચોર ઈસમોએ રોકડા રૂપીયા ભરેલ ૧,૯૯,૦૦૦ની બેગ છુટવી ફરાર થઈ જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગત તા.૧૯મી જાન્યુઆરીના રોજ ઝાલોદ નગરના બાંસવાડા રોડ ખાતે સર્વાેદય સોસાયટીની સામે રહેતાં દેવ ચીમનલાલ કલાલ અને તેમની સાથે અન્ય એક વ્યક્તિ એમ બંન્ને જણા ઝાલોદની બરોડા બેન્કમાંથી રોકડા રૂપીયા ૧,૯૯,૦૦૦ થેલીમાં ભરી પોતાના ઘરે ટુ વ્હીલર પર સવાર થઈ આવી રહ્યાં હતાં. આ દરમ્યાન ઝાલોદ નગરના બાંસવાડા રોડ પરથી પસાર થતી વેળાએ એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ અજાણ્યા પેન્ટ, શર્ટ પહેરેલ ઉંમર વર્ષ આશરે ૨૦ થી ૨૫ વર્ષના બે અજાણ્યા ચોર ઈસમોએ દેવ ચીમનલાલ કલાલની પાછળ બેઠેલ વ્યક્તિની પાસે રહેલ રોકડા રૂપીયા ૧,૯૯,૦૦૦ની બેગની ચીલઝડપ કરી અજાણ્યા ચોર ઈસમો પોતાની કબજાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી લઈ ફરાર થઈ જતાં પંથકમાં આ બનાવની ઘટના વાયુવેગે ફેલાતાં ઝાલોદ નગરમાં ચકચાર મચી જવા પામી હતી.

આ સંબંધે દેવ ચીમનલાલ કલાક દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!