દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે ગાંધીનગર સ્ટેટ વીજીલન્સ ટીમનો સપાટો : રૂા. ૫૯ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો : કુલ રૂા. ૧.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના પંચેલા ગામે ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સ ટીમે ઓંચિતી પ્રોહી રેડ કરતાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં જેમાં પોલીસે ૩ જણાની અટકાયત કરી જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર વગેરે મળી કુલ ૬ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી સ્થળ પરથીઅ કુલ રૂા. ૫૯,૨૪૦, રોકડા રૂપીયા ૨૦,૦૮૦, મોબાઈલ ફોન, મોટરસાઈકલ મળી કુલ રૂા. ૧,૧૯,૮૨૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાેંનું જાણવા મળે છે.
આજરોજ ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે ઓચિંતી પ્રોહી રેડ કરી હતી. આ રેડમાં પોલીસે ગામમાં રહેતાં ભાવેશ હિરાભાઈ ભરવાડ, મિલનભાઈ નારણભાઈ ભરવાડ, રૂપેશભાઈ પ્રવિણભાઈ કોળીને ઝડપી પાડી તેઓની પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ. ૨૪૨, કિંમત રૂા.૫૯,૨૪૦, રોકડા રૂપીયા ૨૦,૦૮૦, મોબાઈલ ફોન તેમજ મોટરસાઈકલ મળી કુલ રૂા. ૧,૧૯,૮૨૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો. આ સંબંધે ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઉપરોક્ત ત્રણ મળી વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર, વિદેશી દારૂનો જથ્થો પુરો પાડનાર અને અન્ય એક ઈસમ મળી કુલ ૦૬ ઈસમો વિરૂધ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.