લગ્ન કરવાની લાલચ આપી નવ વર્ષ સુધી શરીર સંબંધ બાંધી ત્રણ વાર ગર્ભપાત કરાવી લગ્ન કરવાનો નન્નો ભણ્યો
દાહોદ તા.રર
ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના યુવકે કદવાળ ગામની ૩૦ વર્ષીય અપરણીત મહિલાને છેતરી લગ્ન કરવાની વાતો કરી મહિલા સાથે છેલ્લા નવ વર્ષથી અવાર નવાર ગર્ભપાત કરાવી અંતે તે યુવકે મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દેતા તે મહિલાને આઘાત લાગતા તેણીએ ઉંદર મારવાની દવા પી લઈ આયખું ટુકાવવાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે રહેતો રાકેશભાઈ નટવરભાઈ ખાંગુડાએ ઝાલોદ તાલુકા કદવાળ ગામતળ ફળીયામાં રહેતી ૩૦ વર્ષીય અપરણીત યુવતીને છેલ્લા નવ નવ વર્ષથી છેતરીને લગ્ન કરવાની વાતો કરીને યુવતી સાથે બળજબરીપુર્વક ધમકીઓ આપી અવાર નવાર શરીર સંબંધ બાંધતા તે યુવતી ત્રણ ત્રણ વાર ગર્ભવતી બની ગઈ અને તે યુવતીના ના કહેવા છતા રા ક ેશભાઈ ખાંગુડાએ તે યુવતીના ત્રણ ત્રણ વાર ગર્ભપાત કરાયો અને છેલ્લે રાકેશભાઈ ખાંગુડાએ લગ્ન કરવાની સાફ ના પાડી દેતા તે યુવતીને આઘાત લાગતા આત્મહત્યા કરવા માટે ઉંદર મારવાની દવા પી લેતા તેણીને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. તે યુવતીએ ડુંગરી ગામના રાકેશભાઈ નટવરભાઈ ખાંગુડા વિરૂધ્ધ લીમડી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.