દાહોદ વ્રજધામ સોસાયટીમા દુધ આપવા યુવતીની છેડતી કરી ગાલે થપ્પડો મારી
દાહોદ, તા.રર
દાહોદ શહેરની વ્રજધામ સોસાયટીમા ભાવના હોસ્પીટલ પાછળ દુધ આપવા આવતી ર૧ વર્ષીય અપરણીત મહિલા પર ત્રણેક માસથી નજર રાખી રહેલા રાહડુંગરી ધામરડા ગામના યુવાને મહિલાની જબરજસ્તીથી છેડતી કરી પોતાની બાઈક પર પાછળ બેસી જવા માટે દબાણ કરી, ધાકધમકીઓ આપી તથા તે યુવાનના ભાઈએ આવી તે મહિલાને ગાળો બોલી બે ત્રણ થપ્પડ મારી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાહડુંગરી ગામે રહેતી અને દાહોદમાં દરરોજ દુધ આપવા આવતી ર૧ વર્ષીય અપરણીત યુવતી પર તેના જ ગામનો વિકાસભાઈ બાબુભાઈ ભાભોર છેલ્લા ત્રણેક માસથી નજર રાખી પીછો કરતો હતો. તે સમયે ગત તા.૧પ.૧.ર૦રરના રોજ સવારે સાડા સાત વાગ્યાના સુમારે તે યુવતી દાહોદની વ્રજધામ સોસાયટી ભાવના હોસ્પીટલની પાછળ દુધ આપવા આવી હતી તે વખતે વિકાસભાઈ બાબુભાઈ ભાભોરે તે યુવતી સાથે જબરજસ્તી કરી છેડતી કરી તેના બંને હાથ પકડી કહેવા લાગેલ કે તુ મારી બાઈક પાછળ બેસી જા નહી બેસે તો તને જાનથી મારી નાખીશ અને હું પણ મરી જઈશ તેવી ધમકી આપી હતી. તે વખતે વિકાસભાઈ ભાભોરના ભાઈ લાલાભાઈ બાબુભાઈ ભાભોરે આવી તે યુવતીને ગાળો આપી બે ત્રણ થપ્પડો મારી હતી.
આ સંબંધે છેડતીનો ભોગ બનેલ યુવતીએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે વિકાસભાઈ ભાભોર તથા લાલાભાઈ ભાભોર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.