દાહોદમાં કોરોનાના વધુ ૮૧ પોઝીટીવ કેસ : વધુ ૪૫ દર્દીઓ કોરોનાથી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
દાહોદ તા.૨૨
દાહોદમાં આજે વધુ ૮૧ કોરોનો પોઝીટીવ કેસો નોંધાંતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આજે ૮૧ કોરોના પોઝીટીવ કેસોમાં દાહોદ જિલ્લાનો કોઈ પણ તાલુકો બાકી રહેવા પામ્યો નથી. આજે દરેક તાલુકાઓમાંથી કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યાં છે. હવે ધીમે ધીમે કોરોના દાહોદ શહેરી વિસ્તાર સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ પગપેસારો કરી રહ્યો છે.
આર.ટી.પી.સી.આર. ના ૨૨૫૦ પૈકી ૪૮ અને રેપીટ ટેસ્ટના ૬૯૫ પૈકી ૩૩ મળી આજે કુલ ૮૧ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં છે જેમાં દાહોદ અર્બન વિસ્તારમાંથી ૧૦, દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૧, ઝાલોદ અર્બનમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૩, દેવગઢ બારીઆ અર્બન વિસ્તારમાંથી ૦૫, દેવગઢ બારીઆ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૭, લીમખેડામાંથી ૦૧, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૦૧, ફતેપુરામાંથી ૦૧ અને સંજેલીમાંથી ૦૧ કેસનો સમાવેસ થાય છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૮૫૯ને પાર થઈ ગયો છે. રાહતના સમાચાર એ છે કે, વધતાં કેસોની સામે કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. આજે એકસાથે ૪૫ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં ૪૧૭ લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

