દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાની ત્રીજી લહેરના પગલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
દાહોદ તા.23
કોરોના ની ત્રીજી લહેરના પગલે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં એક પ્રેસ – કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં વધતા કોરોના કેસોને પગલે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.
હાલ કોરોનાની ત્રીજી લહેર સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહી છે ત્યારે નાનકડા એવા દાહોદ જિલ્લામાં પણ કોરોના ની ત્રીજી લહેરની અસર જોવા મળી રહી છે અને રોજેરોજ કોરોના ના કેસો માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને પગલે વહીવટીતંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવા છતાંય ઓક્સિજન પ્લાન્ટ ન બનાવતા સવાલો ઉઠવા પામ્યા છે બીજી વેવમાં 3000થી પણ વધુ લોકોના મોત આદિવાસી વિસ્તારમાં સહાય ન અપાય હોવાના આક્ષેપો દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા આવનાર દિવસોમાં સરકાર દ્વારા યોગ્ય કામગીરી અને કાર્યવાહી કરવામાં નહીં આવે તો દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. પ્રેસ કોન્ફરન્સમાં દાહોદ જિલ્લાના ધારાસભ્ય ગરબાડા ના ધારાસભ્ય સહિત અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.